Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી અમેરિકાને યોગ્ય નેતૃત્વ પુરૂ પાડવા જો બિડન શ્રેષ્ઠ ઉમેદવાર છેઃ AAPI વિકટરી ફંડએ ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સમર્થન ઘોષિત કર્યુ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી):  અમેરિકાના નેવાડા, મિચિગન, પેન્સિલવેનિઆ, વિસ્કોસિન, નોર્થ કેરોલિના, ફલોરિડા, વર્જીનીઆ, તથા એરિઝોના સ્ટેટમાં પ્રેસિડન્ટ પદ માટે વોટ આપનાર મતદારોમાં મહત્વનું સ્થાન ધરાવતા તથા પરિણામનું પાસુ પલટી શકવા સક્ષણ એશિઅન અમેરિકન એન્ડ પેસિફીક આઇલેન્ડર્સ મતદારોના હિત તથા સુરક્ષા માટે કાર્યરત AAPI વિકટરી ફંડના ચેરશ્રી શેખર નરસિંહમએ પ્રેસિડન્ટ પદ માટે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને શ્રેષ્ઠ ગણી સમર્થન ઘોષિત કર્યુ છે.

શ્રી શેખરએ જણાવ્યું હતું કે એશિઅન તથા ઇન્ડિયન અમેરિકન પ્રજાજનોને સુરક્ષા પુરી પાડવા માટે જો બિડન શ્રેષ્ઠ ઉમેદવાર છે. તેઓ વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા સક્ષમ છે. તથા તેઓ એશિઅન તથા ઇન્ડિયન અમેરિકન પ્રજાજનોના હિત માટે કાર્યરત પણ છે.

તેઓ અસમાનતા ઓછી કરી સફળ તથા સલામત નેતૃત્વ આપી શકે તેમ છે.

તેમણે ઉમેર્યુ હતું કે ૨૦૨૦ની સાલમાં નવા એક મિલીઅન વોટર્સને જો બિડનને વિજયી બનાવવા અને ડેમોક્રેટ પાર્ટીને હાઉસ તથા સેનેટમાં સ્પષ્ટ મેજોરીટી (બહુમતિ) અપાવવા AAPI સતત કાર્યરત રહેશે તેવું શ્રી અમિત જાનીની યાદી જણાવે છે.

 

(10:05 pm IST)