Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

SGPPM પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી વિક્રમભાઇ પટેલના પિતાશ્રી સ્વ.રમણભાઇ પટેલને શ્રધ્ધાંજલી અપાઇઃ ૧૯ જાન્યુ.ના રોજ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત SGPPMના પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી વિક્રમભાઇ પટેલના પિતાશ્રી સ્વ.રમણલાલ નાથુભાઇ પટેલનું ૧૦ જાન્યુ.૨૦૨૦ના રોજ અવસાન થતા ૧૨ જાન્યુ.ના રોજ સદગતની સ્મશાનયાત્રા યોજાઇ હતી. તથા ૧૯ જાન્યુ.ના રોજ સદગતને શ્રધ્ધાંજલી આપવા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. જેમાં SGPPMના હોદેદારો તથા મેમ્બર્સએ સદગતના આત્યાની શાંતિ માટે પ્રાર્થના કરી હતી તથા શ્રી વિક્રમભાઇના પરિવારને આશ્વાસન પાઠવ્યું હતું તેવું શ્રી વીરૂ પટેલની યાદીમાં જણાવાયું છે.

(10:04 pm IST)