Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

' હોલી રસિયા ' તૈયાર રહેજો : યુ.એસ.માં શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લીન ,ન્યુજર્સી મુકામે 28 માર્ચના રોજ ' હોલી ઉત્સવ ' : હોલી પ્રદીપન સાંજે 6-30 કલાકે : ડોલ ઉત્સવ પણ આ દિવસે જ ઉજવાશે : કોવિદ -19 નિયમો મુજબ માસ્ક ,તથા સોશિઅલ ડિસ્ટન્સ ફરજીયાત : ઉત્સવ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં શ્રી દ્વારકાધીશ મંદિર ,717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ,ન્યુજર્સી મુકામે 28 માર્ચના રોજ ' હોલી ઉત્સવ ' ઉજવાશે. જે અંતર્ગત હોલી પ્રદીપન સાંજે 6-30 કલાકે થશે. ડોલ ઉત્સવ પણ આ દિવસે જ ઉજવાશે .કોવિદ -19 નિયમો મુજબ માસ્ક ,તથા સોશિઅલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવામાં આવશે.ઉત્સવ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉત્સવની ઉજવણી માટે રંગ, શ્રીફળ ,મંદિરમાંથી પ્રાપ્ત થઇ શકશે.આ કાર્યક્રમનો લાભ લેવા સર્વે હોલી રસિયાઓને બાળકોને સાથે લઇ આવવા વિનંતી કરાઈ છે.રંગની એલર્જી ધરાવતા લોકોએ જાતે તેવા વિસ્તારથી દૂર રહેવા જણાવાયું છે.જે અંગે મંદિરની કોઈ જવાબદારી રહેશે નહીં.

ડોલ ઉત્સવ પણ આ દિવસે જ ઉજવાશે.જે અંતર્ગત પ્રથમ ખેલનો સમય બપોરે 12 થી 1 ,બીજા ખેલનો સમય બપોરે 1-30 થી 2 ,ત્રીજા ખેલનો સમય બપોરે 2-30 થી 3 ,તથા છેલ્લા ખેલનો સમય બપોરે 3-30 થી 4 વાગ્યા સુધીનો રહેશે.શયન દર્શન સાંજે 7 કલાકે થશે.વિશેષ માહિતી મંદિરના કોન્ટેક નંબર ( 732 ) 254-0061 દ્વારા અથવા ઇમેઇલ www.dwarkadhishtemple.org દ્વારા મળી શકશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:55 pm IST)