Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મેમ્બરશિપ હોટેલ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે યુ.એસ.ના ન્યૂજર્સીમાં MHO હોટેલ્સનું લોન્ચિંગ કરાયું : 16 ફેબ્રુઆરીના રોજ રોયલ આલબર્ટ પેલેસ ખાતે સૌપ્રથમ એશિયન ઇન્ડિયન હોટેલ ફ્રેન્ચાઈસીસના લોન્ચિંગ પ્રસંગે હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનુભવી અગ્રણીઓએ હાજરી આપી

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : તાજેતરમાં યુ.એસ.ના ન્યૂજર્સીમાં મેમ્બરશિપ હોટેલ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે  MHO હોટેલ્સનું લોન્ચિંગ કરાયું હતું. 16 ફેબ્રુઆરીના રોજ રોયલ આલબર્ટ પેલેસ ખાતે સૌપ્રથમ એશિયન ઇન્ડિયન હોટેલ ફ્રેન્ચાઈસીસના  લોન્ચિંગ પ્રસંગે છેલ્લા 50 વર્ષ જેટલા સમયથી હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનુભવી અગ્રણીઓએ હાજરી આપી હતી.

લોન્ચિંગ પ્રસંગે 100 જેટલા મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા જયારે બાકીનાઓએ  ઝૂમ માધ્યમથી કાર્યક્રમ નિહાળ્યો હતો. ' વી ડુ બેટર ટુગેધર ' સૂત્ર સાથે શરૂ કરાયેલા આ સાહસનો હેતુ એક છત્ર હેઠળ હોટેલ અગ્રણીઓ દ્વારા સંયુક્ત સેવાઓ આપી ખર્ચ ઘટાડવાનો તથા આવક વધારવાનો હેતુ છે.

આ પ્રસંગે ચેરમેન શ્રી સી.ઝેડ.પટેલે સહુનું સ્વાગત કરી  MHO હોટેલ્સ વિષે માહિતી આપી હતી.બાદમાં શ્રી જો જોહલ ,શ્રી મહેન્દ્ર ઝેડ.પટેલ ,શ્રી પ્રતીક પટેલ ,તથા શ્રી કેસીન પટેલ સહિતનાઓની પેનલે  પ્રાસંગિક માહિતી આપી હતી.

લોન્ચિંગ પ્રસંગે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર કુમાર જયસ્વાલ ,ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રી શત્રુઘ્ન સિંહા ,શ્રી આલબર્ટ જસાણી ,પદ્મશ્રી ડો. એચ.આર.શાહ ,શ્રી અંકુર વૈદ્ય ,શ્રી સૃજલ પરીખ ,શ્રી હેતલ પટેલ ,સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.તથા શુભેચ્છા પાઠવી હતી.ઉપરાંત AAHOA ના પૂર્વ તથા વર્તમાન હોદેદારો ,NJRHA ના હોદેદારો ,FFI ,સહિતનાઓ હાજર રહ્યા હતા તથા નવા સાહસને શુભેચ્છા પાઠવી હતી.

આ તકે ડો.તુષાર પટેલ માસ્ટર ઓફ સેરિમની તરીકે હાજર રહ્યા હતા.ડી.જે.સિંગર રાજેશ રાજે લાઈવ મનોરંજન પૂરું પાડ્યું હતું.શ્રી પિયુષ પટેલે આભાર દર્શન કર્યું હતું.બાદમાં સહુએ ડિનર લીધું હતું.કાર્યક્રમનું લાઈવ કવરેજ ટી.વી.એશિયા ,પરીખ વર્લ્ડ વાઈડ મીડિયા, ITV  ગોલ્ડ ,ઇન્ડુસ TV તથા TV 9 દ્વારા કરાયું હતું.MHO  હોટેલ્સ ફ્રેન્ચાઈસીસ સાથે જોડાવા info@mhohotels.com દ્વારા સંપર્ક સાધી શકાય છે.તથા વિશેષ માહિતી www.mhohotels.com.દ્વારા મેળવી શકાશે તેવું શ્રી સી.ઝેડ પટેલ તથા શ્રી મહેન્દ્ર ઝેડ.પટેલના અહેવાલ દ્વારા ડો. તુષાર પટેલની યાદી દ્વારા જાણવા મળે છે. 

(8:26 pm IST)
  • ઈશાંત ટેસ્ટની સદી ફટકારશે : આગામી ૨૪મીથી મોટેરા સ્ટેડિયમ ખાતે ડે એન્ડ નાઈટ ટેસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઈશાંત શર્મા પોતાના ટેસ્ટ કેરીયરનો ૧૦૦મો ટેસ્ટ રમનાર છે તેણે ૯૯ ટેસ્ટ મેચમાં ૩૦૨ વિકેટો ઝડપી છે. access_time 2:41 pm IST

  • ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારે બજેટનો પટારો ખોલ્યો : ફાયનાન્સ મિનિસ્ટર સુરેશ ખન્નાએ અત્યાર સુધીનું સૌથી મોટું 5,50,270 કરોડ રૂપિયાનું પેપરલેસ બજેટ ધારાસભામાં રજૂ કર્યું : અયોધ્યા નગરી માટે 140 કરોડ ,વેક્સીન માટે 50 કરોડ ,ખેડૂતોને મફત પાણી આપવા માટે 700 કરોડ ,તથા મહિલા શક્તિ કેન્દ્રોની સ્થાપના માટે 32 કરોડ રૂપિયાની ફાળવણી સાથે 2021-22 ની સાલનું બજેટ પેશ કરાયું access_time 1:54 pm IST

  • મમતાની ભત્રીજા વહુનો વળતો લલકારઃ પૂછપરછ માટે તૈયાર છું : પં.બંગાળ તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીની ભત્રીજા વહુ રૂજીરાએ સીબીઆઈને કહ્યું છે કે કાલે ૨૩મીએ બુધવારે ૧૧ થી ૩ વચ્ચે પૂછપરછ માટે તે ઉપલબ્ધ છે access_time 4:32 pm IST