Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

૧૦ લાખ વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને નહિં જાય તો 'ડિપોર્ટ' કરાશે

૨૦૨૦ના હવે પછીના સેમેસ્ટર કલાસમાં બેસીને લેવાશે નહિં : વિદેશી વિદ્યાર્થીઓને હાંકી કાઢવા શ્રેષ્ઠ હિથિયારનો ઉપયોગ

વોશીંગ્ટન : અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે આદેશ આપ્યો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓના કલાસ ઓનલાઈન ચાલતાં હોય તેમણે અમેરિકા છોડીને પરત ફરવું પડશે. ઓનલાઈન કલાસ ચાલતાં હોવાથી તેમને અમેરિકામાં રહેવું ફરજિયાત નથી. ભારતના ૨.૫૧ લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યાં છે.

આવી સ્થિતિમાં અંદાજે ૧૦ લાખ વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ જવાનો આદેશ અમેરિકન સરકારે કર્યો છે. જો વિદેશી સ્ટૂડન્ટ્સ પરત નહીં ફરે તો તેમનો દેશનિકાલ કરાશે. અમેરિકાના ધ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે નવો આદેશ જારી કર્યો હતો.

અમેરિકાના ઈમિગ્રેશન વિભાગના આદેશ પ્રમાણે, વિદેશી સ્ટૂડન્ટ્સે અમેરિકા છોડીને સ્વદેશ પરત ફરવું પડશે. વિદેશી સ્ટૂડન્ટ્સ જે યુનિવર્સિટીમાં સ્ટડી કરતાં હશે એ યુનિવર્સિટીએ જો શ્નજ્રાક્નદ્બડજી ઓનલાઈન' કેટેગરીના કલાસ શરૂ કરી દીધા હશે તો એવા વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકશે નહીં. 'માત્ર ઓનલાઈન' કલાસ હોવા છતાં જે વિદેશી સ્ટૂડન્ટ્સ અમેરિકામાં રહેશે તો તેમને ફરજિયાત દેશનિકાલ કરાશે.

જે વિદ્યાર્થીઓની યુનિવર્સિટીઓએ માત્ર ઓનલાઈન કલાસની જાહેરાત નહીં કરી હોય તેવા સ્ટૂડન્ટ્સ રહી શકશે પરંતુ અમેરિકન સરકાર યુનિવર્સિટીઓને પણ માત્ર ઓનલાઈન કલાસ ચલાવવાનું દબાણ કરી રહી હોવાથી મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓને આ નવો નિયમ અસરકર્તા રહેશે.

ઈમિગ્રેશન વિભાગે એક નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે, ૨૦૨૦નું હવે પછીનું સેમેસ્ટર કલાસરૂમમાં બેસીને લેવાશે નહીં એટલે વિદેશી સ્ટૂડન્ટ્સને અમેરિકામાં રહેવું જરૂરી નથી. તેમનો બાકીનો અભ્યાસક્રમ ઓનલાઈન લેવાશે.

સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનું જે સેમેસ્ટર શરૂ થશે એ સંદર્ભમાં આ નવું નોટિફિકેશન લાગુ પડશે. ૨૦૧૮-૧૯ના એજયુકેશન સેશનમાં ૧૦ લાખ વિદેશી વિદ્યાર્થીઓ હતા જેમાં અઢી લાખ વિદ્યાર્થીઓ તો ભારતના હતા.

એટલું જ નહીં, ૨૦૨૦ના નવા સત્રથી અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં જેમનો અભ્યાસક્રમ શરૂ થવાનો હશે તેમને પણ આ નવા નિયમની અસર થશે. આ નિર્ણયથી એવા દેશોના વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે જે દેશમાં હજુ પણ ટ્રાવેલ બેન છે. આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થઈ નથી એવા દેશોના વિદ્યાર્થીઓ સ્વદેશ કેવી રીતે પહોંચશે તે પણ મોટો સવાલ ખડો થશે.

(2:57 pm IST)