Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

છેલ્લા 50 વર્ષમાં ભારતમાંથી 4 કરોડ 50 લાખ ઉપરાંત મહિલાઓ લાપત્તા : આજની તારીખમાં પણ બાળકીઓ ભેદભાવનો ભોગ બની રહી હોવાનો યુ.એન.નો 2020 ની સાલનો અહેવાલ

યુ.એસ.: યુનાઇટેડ નેશનશના તાજેતરમાં 2020 ની સાલમાં બહાર પડેલા અહેવાલમાં જણાવાયા મુજબ છેલ્લા 50 વર્ષમાં વિશ્વમાંથી 14 કરોડ 26 લાખ મહિલાઓ લાપત્તા થઇ છે.જે  પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદભાવને કારણે થઇ છે.લાપતા થયેલી આટલી મોટી સંખ્યાની વિશ્વની મહિલાઓમાં ભારતની મહિલાઓની સંખ્યા 4 કરોડ 58 લાખ જેટલી છે.જયારે ચીનની સંખ્યા 7 કરોડ 23 લાખની છે.  જે અંતર્ગત 2013 થી 2017 ની સાલ દરમિયાન ભારતમાંથી જન્મતાની સાથે જ લાપત્તા થયેલી બાળકીઓની સંખ્યા 4 લાખ 60 હજાર હતી. આમ બાળકીનો જન્મ થતાની સાથે તેનો ત્યાગ કરવાની ઘટનાઓ પણ એમાં શામેલ છે.
50 વર્ષ પહેલા એટલે કે 1970 ની સાલ પહેલા વિશ્વમાંથી લાપત્તા થયેલી મહિલાઓની સંખ્યા 6 કરોડ 10 લાખ હતી જે છેલ્લા 50 વર્ષ દરમિયાન વધીને 14 કરોડ 26 ઉપરાંત થઇ ગઈ છે.

(8:17 pm IST)
  • દેશભરમાં રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ : 31મી જુલાઈ સુધી શાળા-કોલેજ બંધ રહેશે : સિનેમા હોલ, જીમ , સ્વિમિંગ પુલ અંગે રાજ્ય સરકાર કરશે નિર્ણંય : કન્ટેઇમેન્ટ ઝોનમાં કોઈપણ છૂટછાટ નહીં , માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુ મળી શકશે : દિલ્હીમાં મેટ્રો ટ્રેન સેવા શરુ કરાશે : અનલોક-2ની ગાઇડલાઇન જાહેર : ઓડિટોરિયમ,સામાજિક ધાર્મિક આયોજનો અંગે પણ રાજ્ય સરકાર સ્થિતિને અનુલક્ષીને નિર્ણંય કરશે access_time 10:13 pm IST

  • આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી : રાજ્યમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના:અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા : દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના : હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના access_time 12:45 am IST

  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : છેલ્લા 24 કલાકમાં 19,609 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5, 49,196 કેસ: 2,10,879 એક્ટિવ કેસ :કુલ 3,21,774 દર્દીઓ રિકવર થયા :વધુ 384 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,487થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5493 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,64,626 થઇ: તામિલનાડુમાં નવા 3940 કેસ :દિલ્હીમાં વધુ 2889 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1267 નવા કેસ : તેલંગાણામાં નવા 983 કેસ : આંધ્ર પ્રદેશમાં વધુ 813 કેસ નોંધાયા access_time 12:54 am IST