Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

બ્રિટનમાં કોરોના મહામારીને ધ્યાને લઇ નવા નિયમો લાગુ : વિદેશોમાંથી આવતા લોકો માટે 14 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત : આઇસોલેશનના ભંગ બદલ 92500 રૂપિયાનો દંડ : ભારતીય મૂળના ગૃહમંત્રી સુશ્રી પ્રીતિ પટેલનો આદેશ

લંડન : બ્રિટનમાં વણસી ગયેલી કોરોના મહામારીને ધ્યાને લઇ ભારતીય મૂળના વિદેશ મંત્રી સુશ્રી પ્રીતિ પટેલે બહાર પડેલા આદેશ અનુસાર હવે વિદેશોમાંથી આવતા લોકો માટે 14 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત કરાયું છે.તેમજ આઇસોલેશન નિયમોના ભંગ બદલ 92500 રૂપિયાનો દંડ કરવાનું નક્કી કર્યું છે.

 ક્વૉરન્ટાઈનું યોગ્ય રીતે પાલન કરાઈ રહ્યું છે કે નહીં તેના પર નજર રાખવા માટે પોલીસ દરરોજ 100 ઘરની તપાસ કરશે. નવા નિયમ દેશમાં પાછા ફરનારા બ્રિટિશ મૂળના લોકો પર પણ લાગુ થશે. ઉત્તર આયરલેન્ડના મંત્રી બ્રેન્ડન લ્યુઇસે કહ્યું કે અમે લોકોને સમજાવવા ઈચ્છીએ છીએ કે લૉકડાઉન બાદ પણ અમુક દિવસ સુધી તેઓ વિદેશ પ્રવાસ ન કરે. જો તમે જશો તો તમારે આઈસોલેશનમાં રહેવું જ પડશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:07 pm IST)
  • રામ રાખે તેને કોણ ચાખેઃ કરાંચી વિમાની દુર્ઘટનામાં પત્રકાર સહિત રનો આબાદ બચાવ : પાકિસ્‍તાનના કરાંચીમાં વિમાન તુટી પડયું તેમાં ૧ પત્રકાર સહિત બે મુસાફરોનો આબાદ બચાવ થયાનું અને તેઓએ પોતાના ઘરના સભ્‍યોનો સંપર્ક સાધ્‍યાના અહેવાલો મળેલ છે. વિમાન તુટી પડયુ એ રહેણાંક વિસ્‍તારમાં ૮ થી ૧૦ મકાનોનો ભૂકકો બોલી ગયો છે. access_time 6:00 pm IST

  • પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી થયેલ અસરનું વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કાલે મમતા બેનરજી સાથે હવાઈ સર્વેક્ષણ કરશે: મુખ્યમંત્રી મમતા બેનરજીએ મૃતકોના પરિજનોને બે થી અઢી લાખ રુપિયા સુધી સહાય આપવાની જાહેરાત કરી access_time 11:05 pm IST

  • મહારાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 2940 કોવિડ -19 કેસ નોંધાયા છે, રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 44,582 પર પહોંચી છે, જેમાં મુંબઈના ધારાવી વિસ્તારમાં આજે 53 નવા COVID19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારાવીમાં કુલ પોઝિટિવ કેસ વધીને 1478 અને ધારાવી માજ 57 લોકોના મોત થયા છે: રાજ્ય આરોગ્ય વિભાગ access_time 8:04 pm IST