Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર આતંકી હુમલો

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા શીખ ગુરુદ્વારા ઉપર આજ બુધવારના રોજ આતંકી હુમલો થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.હુમલા સમયે ગુરુદ્વારામાં શીખો પ્રાર્થના માટે ભેગા થયા હતા.જાનહાની અંગે માહિતી મેળવાઈ રહી છે.હુમલાખોરોને પકડી પાડવા ગુરુદ્વારા વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે કાબુલમાં હવે માત્ર 300 જેટલા જ શીખ પરિવારો રહ્યા છે.જેઓ સતત આતંકી હુમલાના ભય હેઠળ જીવી રહ્યા છે.આ અગાઉ પણ આતંકી હુમલાથી 13 શીખોના મોત થયા હતા.

(11:58 am IST)
  • ભારતીય મુળના રીતેશ અગરવાલની 'ઓયો' કંપનીએ યુ.એસ.એ.માં ડોકટરોને રહેવા માટે 'ફ્રી' સેવાની ઓફર કરી : ઈવાન્કા ટ્રમ્પે આવકારી access_time 3:34 pm IST

  • ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ બંધ જાહેરઃ ફલીપકાર્ટે કામચલાઉ તેનું કામકાજ બંધ કરી દીધુ access_time 12:01 pm IST

  • ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસ સામે ઝઝૂમવા રાજકીય આગેવાનોએ ઝોળી ખુલ્લી મૂકી દીધી : બીજેપી ,કોંગ્રેસ,બીએસપી ,સપા ,અપના દળ ,તથા ,અપક્ષ ,સહીત 38 નેતાઓએ 5 લાખથી 1 કરોડ રૂપિયા આપ્યા access_time 7:16 pm IST