Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ભારતમાં જનતા કર્ફ્યુ દરમિયાન સેવા કર્મીઓને તાલી ,તથા થાળી વેલણ વગાડી બિરદાવાની ઘટનાની અમેરિકામાં પ્રશંસા

વોશિંગટન : ભારતમાં 22 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આદેશને માન આપી અમલી બનાવાયેલા જનતા કર્ફયુને પ્રચંડ લોક સહયોગ સાંપડ્યો હતો તેમજ  કર્ફ્યુ દરમિયાન વડાપ્રધાનની સૂચના મુજબ સાંજે પાંચ વાગ્યે લોકોએ તાળીઓ વગાડી તથા થાળી વેલણ વગાડી કોરોના વાઇરસ સામેની લડત માટે સેવા આપી રહેલા કર્મીઓને બિરદાવ્યા હતા તે બાબતને અમેરિકાએ બેહદ પ્રેરણાદાયી કદમ કહી વખાણ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:44 am IST)
  • લોકડાઉનમાં ઘરે જ મંગાવો પૈસા : આઈસીઆઈસીઆઈએ સુવિધા શરૂ કરી : આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઈટ મુજબ, ઘર રોકડ ડિલીવરી માટે બેંકની વેબસાઈટ પર Bank@homeservice લોગ ઈન કરી કે કસ્ટમર કેરમાં ફોન કરી સુવિધાથી જોડાઈ શકો છો. રોકડ મંગાવવા સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યાની વચ્ચે અનુરોધ કરી શકે છે. બે કલાકની અંદર આપના જરૂરીયાતના રૂપિયા મળી જાય છે. તેના દ્વારા બે હજારથી લઈને બે લાખ રૂપિયા સુધી મંગાવી શકાય છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એકિસસ, કોટક જેવી અનેક બેંક ગ્રાહકો માટે આ સુવિધા આપે છે. access_time 3:19 pm IST

  • ટોકયો ઓલિમ્પિક હવે સપ્ટેમ્બર ૨૦૨૧માં : એક વર્ષ લંબાવવામાં આવી : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અને જાપાન ટોકીયો ઓલિમ્પિકે મુલત્વી રાખવા સહમતી દશાર્વી : હવે આ ગેમ ૨૦૨૧ના સપ્ટેમ્બરમાં રમાશે. access_time 3:35 pm IST

  • ગુજરાતમાં કોરોના વાયરસના 36 કેસ નોંધાયા: વધુ 7 પોઝિટિવ કેસ : અમદાવાદમાં -13,વડોદરામાં -7,સુરતમાં -6, ગાંધીનગરમાં -6 કચ્છમાં-1 અને રાજકોટમાં 3 કેસ નોંધાયા : વડોદરાના નિઝમપુરામાં વધુ એક પોઝિટિવ રિપોર્ટ :યુવાનના પિતા શ્રીલંકા ફરવા ગયા હતા અને પોઝીટીવ રિપોર્ટ આવેલ છે access_time 8:57 am IST