Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

પાકિસ્તાનમાં કોરોના વાઇરસ પોઝિટિવ કેસની સંખ્યા 803 : સિંધના મિનિસ્ટર સઈદ ઘાની પણ કોરોના વાઇરસની ઝપટમાં : કુલ 6 મૃત્યુ : 6 ની સારવાર સફળ

ઇસ્લામાબાદ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે પાકિસ્તાન જેવા ટચુકડા દેશમાં પણ પરિસ્થિતિ કાબુ બહાર કરી દીધી છે.પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 803 કોરોના વાઇરસ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.જેમાં સિંધના મિનિસ્ટર સઈદ ઘાનીનો પણ સમાવેશ થાય છે.તેમણે આજરોજ વિડિઓ દ્વારા પોતે કોરોના વાઇરસથી સંક્રમિત હોવાનું જણાવ્યું હતું તેથી પોતાની જાતને આઇસોલેટ કરી નાખી હોવાનું એલાન કર્યું હતું
કુલ 803 કેસ પૈકી સિંધમાં 352 ,પંજાબમાં 246 ,બલુચિસ્તાનમાં 108 ,ખૈબર પસ્તુનખામાં 32 ,ઇસ્લામાબાદમાં 15 ,ગિલગિટ બાલ્તીસ્ટનમાં 72 ,અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં 1 કેસ નોંધાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:24 pm IST)