Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

" હેન્ડ સેનિટાઇઝર રોબોર્ટ " : દુબઈમાં ભારતીય મૂળના સ્ટુડન્ટે બનાવેલું આ રોબોર્ટ તમને 30 સેન્ટિમીટર દૂરથી જ આપોઆપ સેનિટાઇઝર આપશે : બોટલને હાથ અડાડવાથી વાઇરસ ફેલાવાનો ડર દૂર

દુબઇ : દુબઈમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતા સ્પ્રિંગ ડેલ્સ સ્કૂલના  ભારતીય મૂળના સ્ટુડન્ટ સિદ્ધ સંઘવી એ હેન્ડ સેનિટાઇઝર રોબોર્ટ તૈયાર કર્યો છે.જે તમને 30 સેન્ટિમીટર  દૂરથી જ આપોઆપ સેનિટાઇઝર આપશે જેથી તમારે બોટલને હાથ અડાડવાની જરૂર નહીં પડે.કારણકે આ બોટલને જુદા જુદા લોકોના હાથ અડવાથી પણ કોરોના વાઇરસ ફેલાવાનો ડર રહે છે.

(6:36 pm IST)