Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અમેરિકામાં કોરોના વાઇરસનો હાહાકાર : સિનિયરોને ઘર બહાર ન નીકળવા કેલિફોર્નિયા ગવર્નરની સલાહ : પેન્સિલવેનિયામાં 150 ઉપરાંત વ્યવસાયને તાળા : ટેક્સાસમાં સ્કૂલો બંધ

કેલિફોર્નિયા : અમેરિકામાં કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપને ધ્યાને લઇ જુદા જુદા સ્ટેટના ગવર્નર્સ દ્વારા વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે.જે મુજબ કેલિફોર્નિયા ગવર્નરે સિનિયરોને ઘર બહાર ન નીકળવા સલાહ આપી છે.જયારે પેન્સિલવેનિયા ગવર્નરે 150 ઉપરાંત વ્યવસાયો બંધ કરાવી દીધા છે.ટેક્સાસ ગવર્નરે સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.જેનાથી 5 મિલિયન જેટલા સ્ટુડન્ટ્સના અભ્યાસ ઉપર અસર થશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:08 pm IST)