Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

યુ.એસ.માં સમસ્ત વૈષ્નવ વણિક જન ઓફ નોર્થ અમેરિકા(સ્વજન) ના ઉપક્રમે ન્યુજર્સીમાં પિકનિક યોજાઇઃ પ૦૦ ઉપરાંત મેમ્બર્સએ સ્વાદિષ્ટ ભોજન સાથે વિવિધ કાર્યક્રમોનો આનંદ માણ્યોઃ આગામી ર૦ ઓગસ્ટના રોજ બિઝનેસ સેમિનાર ૧પ સપ્ટે. ર૦૧૯ ના રોજ સ્પીડ ડેટીંગનું આોજન

        (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ન્યુજર્સીમાં આવેલ  એડીશનના મેરોલીન પાર્કમાં સ્વજનની ઉનાળુ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હુ. તેમાં આશરે પ૦૦ થી વધુ સભ્યો તેમના પરિવાર તથા મિત્રમંડળ સાથે સહભાગી થયા હતા. ઉનાળાની સખ્ત ગરમી હોવા છતાં સભ્યો ઉમટી પડયા હતા. તે જ સભ્યોની સંસ્થા પ્રત્યેની લાગણી બતાવે છે.

         આ દિવસે જુદી જુદી વાનગીઓ સાથે સવારે નાસ્તો, બપોરના લંચ, બપોરનો નાસ્તો, અને સાંજનું ડિનર જમીને સર્વે મેમ્બરો તૃપ્ત થઇ ગયા હતા.

         બપોરના સમયે આવેલ અતિથિઓએ વકતવ્ય આપ્યું હતુ. જેમાં તેઓએ સંસ્થાના કાર્યક્રમોને નવાજયા હતા. તેમજ સંસ્થાના અથાગ પ્રયત્નોને અભિનંદન અને વધુ વૃદ્ધિ માટે શુભેચ્છા પાઠવી હતી.

         સ્વજનના પ્રેસીડન્ટ શ્રી નલિન શાહે તેમના વકતવ્યમાં જણાવેલ કેક વૈષ્ણવ કોમ્યુનિટીની જરૃરીયાત અને મૂલ્યોની જાળવણી માટેે સૌ ભેગા મળી સ્વજનમાં જોડાયા. સ્વજનની લાઇફ મેમ્બરશીપ ફકત પ૧ ડોલર જેવી ટોકન ફી રાખેલ છે. જે સર્વે વૈષ્ણવોને ધ્યાનમાં રાખીને  નકકી કરેલ છે. આ વર્ષે ૧૦૦૦ લાઇફ મેમ્બરશીપનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. તો સર્વે વૈષ્ણવો સંસ્થામાં જોડાઇ સ્વજનને વધુ મજબૂત બનાવે.

         આ ઉપરાંત તેઓએ ટ્રસ્ટી મંડળ, કારોબારી મેમ્બર, સ્પોન્સર, તથા સર્વે કાર્યકર્તાઓને તેમના સહકાર બદલ આભાર માન્યો હતો.

         સ્વજનના ભાવિ કાર્યક્રમોની યાદી નીચે મુજબ છે.

બીઝનેશ સેમીનારઃ ઓગસ્ટ ર૦, ર૦૧૯ સાંજે ૬-૩૦ થી ૯-૩૦ દીવાન બેનકવેટ હોલ પીસ્ટકારવે ન્યુજર્સી

સ્પીડ ડેટીંગ : સપ્ટેમ્બર ૧પ,ર૦૧૯ સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ દીવાન બેનકવેટ હોલ પીસ્ટકારવે ન્યુજર્સી

દિવાલી ડીનરઃ ઓકટોમ્બર પ, ર૦૧૯ રોયલ આલ્બટ પેલેસ ન્યુજર્સી

         ઉપરના કાર્યક્રમોની વધુ વિગત માટે શ્રી નલિન શાહ  ર૦૩-૯૯૬-પ૩૧ર, શ્રી સમીર ગાંધી ૭૩ર-ર૪૮- ૩૬૬૪, શ્રી ઉપેન શાહ ૭૩ર-પરર-૮૧૬૧ તથા શ્રી સુભાષ શાહ ૭૩ર-૮૭પ-૮૬૮૮ નો સંપર્ક સાધવા શ્રી શશીકાંત ભાઇ પરીખના અહેવાલ સાથે શ્રી સોન્ની પરીખની યાદી જણાવે છે.

(11:01 pm IST)
  • અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી ગઈ : અન્ય ૨ બોટનો પત્તો નથી કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધાઃ તાજેતરના વરસાદી તાંડવ અને સમુદ્રના તોફાની પવનોના પગલે અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી જતા ૬ માછીમારોના મોત થયા છે. જયારે અન્ય ૨ બોો લાપતા હોય ૯ માછીમારો અંગે ભારે ચિંતા સેવાઈ રહી છે. દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધા છે access_time 11:24 am IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST

  • વડોદરા જવાનો માર્ગ ખુલી ગયો : સૌરાષ્ટ્રના વડોદરા જતા પ્રવાસીઓ માટે બગોદરાથી વટામણ ચોકડી તારાપુર ચોકડી થઇને જતો રસ્તો આજે ખુલી ગયો છે. સાબરમતી પુલ પરથી તારાપુર તરફ જવાય છે. જો કે આ રસ્તો આગળ ખરાબ હોવાનું અને બગોદરાથી થોડે આગળ ખેડા તરફના રસ્તે વડોદરા જવુ વધુ સુગમતા ભર્યું હોવાનું જાણકારો કહે છે. access_time 3:40 pm IST