Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

''ઝંડા ઉંચા રહે હમારા' અમેરિકામાં વોશીંગ્ટન ડી.સી મુકામે આવેલી ભારતીય દૂતાવાસ કચેરીમાં ૧પ ઓગ. ર૦૧૯ ગુરૂવારે ધ્વજવંદન

             વોશીંગ્ટન ડી.સી.:  અમેરિકાના વોશીંગ્ટન ડી.સી. ખાતેના ભારતીય દૂતાવાસના ઉપક્રમે ભારતનો 73 મો સ્વાતંત્ર્ય દિન ૧પ ઓગ. ર૦૧૯ ગુરૂવારના રોજ ઉજવાશે જેનો સમય સવારે ૧૦ વાગ્યાથી ૧૧-૩૦ વાગ્યા સુધીનો રહેશે.

ઇન્ડિયા હાઉસ  2700, મેકોમ્બ st. NW. વોશીંગ્ટન ડી.સી. મુકામે થનારા ધ્વજવંદનમાં હાજરી આપવા તમામને આમંત્રણ પાઠવાયું છે જે માટે  @ india house રજીસ્ટ્રેશન ફરજીયાત છે. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)