Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અમેરિકામાં IHCNJના ઉપક્રમે ૫ તથા ૧૨મે ૨૦૧૯ના રોજ યોજાઇ ગયેલા ''ફ્રી હેલ્થફેર'': શ્રી સ્વામિનારાયણ મંદિર (ISSO) વિહોકન ન્યુજર્સી મુકામે યોજાયેલા કેમ્પનો ૧૦૦ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધોઃ આગામી ફ્રી હેલ્થફેર ૧૬ જુન ૨૦૧૯ના રોજ બાલાજી ટેમ્પલ ખાતે યોજાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં નોનપ્રોફિટ ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સીના ઉપક્રમે ૫ તથા ૧૨મે ૨૦૧૯ના રોજ ફ્રી હેલ્થ ફેર યોજાઇ ગયો.

શ્રી સ્વામિનારાયણ મંદિર (ISSO) વિહોકન ન્યુજર્સી મુકામે યોજાઇ ગયેલા આ કેમ્પમાં ૫ તારીખે રકત નિદાનનું તથા ૧૨ તારીખે જુદા જુદા રોગોના નિદાન સાથે તથા રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાયું હતું. જેનો ૧૦૦ ઉપરાંત જરૂરિયાત મંદ પ્રજાજનોએ લાભ લીધો હતો.

કેમ્પમાં બ્લડ ટેસ્ટ,EKG, વિઝન સ્ક્રિનીંગ ફોર ગ્લુકોમા, ડાયેબેટિક રેટિનોપથી, ફીઝીકલ એકઝામિનેશન,કાર્ડીયોલોજી, ફીઝીકલ થેરાપી, કેન્સર, હાઇપર ટેન્શન, ડેન્ટલ, મેન્ટલ હેલ્થ સહિત જુદા જુદા દર્દોના નિદાન સાથે રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાયું હતું.

મેન્ટલ હેલ્થ વિષયક નિષ્ણાંત SAMHIN દ્વારા ડીપ્રેશન,સ્ટ્રેસ, સહિતની વ્યાધિઓ દૂર કરવા સામાજીક ગેરમાન્યતાઓ દૂર કરવા માર્ગદર્શન અપાયું હતું. IHCNJના કમિટી મેમ્બર્સ, હોદેદારો તથા વોલન્ટીઅર્સની નિઃસ્વાર્થ સેવાઓ ઉપલબ્ધ બનાવાઇ હતી. શ્રી રૂપેન પટેલએ વિનામૂલ્યે બ્લડ ટેસ્ટ માટે સેવાઓ આપી હતી. તેમજ શ્રી સ્વામિ નારાયણ મંદિર વિહોકનના સંચાલકોએ ફરીથી તેમની જગ્યા તથા સેવાઓનો લાભ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં IHCNJએ ૧૦ હજાર ઉપરાંત સાઉથ એશિઅન કોમ્યુનીટી મેમ્બર્સને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓનો લાભ આપ્યો છે.

આગામી હેલ્થ કેમ્પ ૧૬ જુન ૨૦૧૯ના રોજ બાલાજી ટેમ્પલ ખાતે ૧૫ સપ્ટેં.૨૦૧૯ના રોજ દુર્ગા ટેમ્પલ તથા ૧૭ નવેં.ના રોજ શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ સિકોસસ ખાતે યોજાશે. વિશેષ માહિતી www.IHCNJ.org દ્વારા અથવા ડો.તુષાર પટેલના ઇમેલ .. દ્વારા અથવા તેમના કોન્ટેક નં. ૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા મળી શકશે. તેવું IHCNJ પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:36 pm IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • કોલકતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં પક્ષના કેટલાક કાર્યકરોએ હનુમાનજીનું રૂપ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. access_time 11:14 am IST

  • કોલકતામાં અમિતભાઈ વિરૂધ્ધ ૨ ફરિયાદ : અમિતભાઈ વિરૂધ્ધ કોલકત્તામાં બે ફરીયાદ નોંધાઈઃ વિદ્યાસાગર કોલેજના ટીએમસી છાત્ર સંગઠનની રાવ બાદ જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલઃ ગઈકાલે રોડ- શો દરમિયાન વિદ્યાનગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પડાયેલઃ ટીએમસીએ ચુંટણી પંચ પાસે પણ સમય માંગ્યો છે access_time 1:15 pm IST