Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

યુ.એસ.ના હ્યુસ્ટનમાં ઇન્ડિયા હાઉસ ખાતે ૧૬ માર્ચ શનિવારે 'હોલી ઉત્સવ': લાઇવ ડી.જે. તથા ઢોલના નાદ સાથે રંગે રમવાનો લહાવોઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

હ્યુસ્ટનઃ યુ.એસ.ના હ્યુસ્ટનમાં આવેલા ઇન્ડિયા હાઉસ ખાતે ૧૬ માર્ચ ૨૦૧૯ શનિવારના રોજ ભારતીયોનો લોકપ્રિય તહેવાર 'હોલી ઉત્સવ' ઉજવાશે. જેનો સમય સવારે ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધીનો રહેશે.

તારા એનર્જી, વિભા તથા રેડિયો દબંગના સંયુકત ઉપક્રમે કરાનારી ઉજવણીમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે. ઉજવણી અંતર્ગત લાઇવ ડી.જે. તથા લાઇવ ઢોલ સાથે તહેવારનો આનંદ માણવાની સાથે રંગોની છોળો ઉડાડવા માટે સપરિવાર, મિત્રો સાથે લાભ લઇ શકાશે તથા લંચનો લહાવો લઇ શકાશે.

તહેવારની ઉજવણીને રેડિયો દબંગ ઉપરાંત ઇન્ડિયા હાઉસ, ગ્લોબલ દેશીસ તેમજ નમસ્કાર એન્ટરટેઇનમેન્ટ દ્વારા પણ માણી શકાશે. તહેવારને સ્ટર્લિંગ એમ્સીકોલ ટોયોટા, ન્યુયોર્ક લાઇફના શ્રી દિવ્યેન્દુ સિંઘ, ગાયત્રી ભવન તથા મિર્ચ મસાલાનું પણ સમર્થન છે.

તહેવાર થકી થનારી આવક જરૂરીયાતમંદ બાળકો માટે વપરાશે. બુથ તથા સ્પોન્સરશીપ માટે શ્રી રાજેશ દેસાઇ (૮૩૨-૮૭૬-૩૩૦૦) તથા વોલન્ટીયર સેવાઓ અને વિશેષ માહિતી માટે સુશ્રી ધારા દલાલનો સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:40 am IST)
  • ગાંધીનગર બેઠક પરથી ભાજપના દિગજ્જ નેતા ચૂંટણી લડે તેવી શકયતા ;એમપીના રાજ્યપાલ આંનદીબેન પટેલ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ ચર્ચામાં ઉમેરાયું :અટકલની આંધી access_time 1:17 pm IST

  • વંશવાદી રાજનીતિનો આરોપ લાગતા રડી પડ્યા દેવગૌડા -પુત્ર અને પૌત્ર :ભાજપે ગણાવ્યું નાટક :પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા એક કાર્યક્રમમાં રડી પડ્યા હતા :આ વેળાએ તેના મોટા પુત્ર એચડી રેવનના અને પૌત્ર પ્રજ્વલ રેવનના રોઈ પડ્યા હતા જોકે ભાજપે આ નાટકબાજી ગણાવી હતી access_time 1:10 am IST

  • લોકસભાના ૨૬ ઉમેદવારો નક્કી કરવા માટે અમદાવાદ ખાતે ૧૭મીથી ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડ : ૨૬ બેઠકોના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રિપોર્ટ અપાશે access_time 6:14 pm IST