Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ખાલિસ્તાન ચળવળ સમર્થકો તથા પાકિસ્તાની મૂળના નાગરિકોએ લંડનમાં દેખાવો કર્યાઃ ભારતીય દૂતાવાસ કચેરી સામે ૧૫૦ જેટલા દેખાવકારોએ પાકિસ્તાનનો ધ્વજ લહેરાવ્યોઃ ૨૫ જેટલા ભારતીયોએ વિરોધ કરતા પિટાઇ કરી

લંડનઃ લંડનમાં ભારતીય દૂતાવાસ સામે પાકિસ્તાની કબ્જાના કાશ્મીરી યુવકો તથા ખાલિસ્તાની ચળવળના સમર્થકોએ દેખાવો કર્યા હતા. તથા પાકિસ્તાની ધ્વજ લહેરાવતા સામે પક્ષે ભારતીય મૂળના લોકોએ તેનો વિરોધ  કર્યો હતો. પરિણામે બંને પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. જેના પરિણામે ૧૫૦ જેટલા દેખાવકારોનો વિરોધ કરનાર ૨૫ જેટલા ભારતીયોને ઇજાઓ થઇ હતી. જેમાં મહિલાઓ તથા વૃધ્ધો પણ હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:32 pm IST)