Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

સર્વાઇકલ કેન્સર કેવી રીતે મટાડવું?: કેન્સર અવેરનેસ મંથ નિમિતે યુ.એસ.ના ટેકસાસમાં IACANના ઉપક્રમે યોજાઇ ગયેલો સેમિનાર

હયુસ્ટનઃ યુ.એસ.માં કેન્સર અવેરનેસ મંથ નિમિતે સર્વાઇકલ કેન્સર કેવી રીતે મટાડવું તે વિષે સમજણ આપતો સેમિનાર યુ.એસ.ના ટેકસાસમાં આવેલા કિલઅર લેક સીટીમાં ઇસ્લામિક સેન્ટર ખાતે યોજાઇ ગયો ઇન્ડિયન અમેરિકન કેન્સર નેટવર્ક (IACAN)ના ઉપક્રમે ૧૦ ફેબ્રુ.૨૦૧૯ના રોજ યોજાયેલા આ સેમિનારમાં મુખ્ય વકતા તરીકે એન્ડરસન કેન્સર સેન્ટરના પ્રોફેસર ડો.સુરેન્દ્રનાથ એસ.શાસ્ત્રીએ ઉદબોધન કર્યુ હતું. તથા PAP ટેસ્ટ અને HPV ટેસ્ટ દર પાંચ વર્ષે કરાવતા રહેવાની સલાહ આપી હતી. ઉપરાંત વિનેગર ટેસ્ટ કરાવવાનું પણ સૂચન કર્યુ હતું. અને HPV રસી લેવાની સલાહ આપી હતી. તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

(11:31 am IST)