Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

યુ.એસ.ના સુપ્રતિષ્ઠિત" IEEE ફેલો 2018 " તરીકે મોટી સંખ્યામાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન યુવાનો

ન્યુયોર્ક:યુ.એસ.માંએરોસ્પેસસિસ્ટમ,કોમ્પ્યુટર,ટેલીકોમ્યુનિકેશન્સ,બાયોમેડિકલ,એન્જીનીઅરીંગ,ઇલેક્ટ્રિક પાવર,તેમજ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ,સહિતના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોની 4 લાખ જેટલી મેમ્બરશિપ ધરાવતા વિશ્વવિખ્યાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક એન્જીનીયર્સ (IEEE) ફેલો તરીકે 2018 ની સાલ માટે પસંદ કરાયેલા ફેલો માં મોટી સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન યુવાનોએ સ્થાન મેળવ્યું છે.

 ફેલો તરીકે પસંદ થયેલ ભારતીય મૂળના યુવા સમૂહમાં નવકંતા ભાટ,સંતોષ દેવસીઆ ,વેંકટેશન ગુરુસ્વામી,નીતિન જૈન,શ્રીનિવાસન કેશવ,શ્રીક્રિષ્ના કુલકર્ણી,અનંત માદભૂશી,નિલેશ મહેતા,જોયદીપ મિત્રા,સિદ્ધાર્થ રામચંદ્રન,શ્રીનિવાસન રામાની,રોમીટ રોય ચૌધરી,રાજીવ સભરવાલ,સમર સહા,તપન સહા,મૂર્તિ સાલાપાક,વેંકટેશ શાલિગ્રામ,રમેશ સીતારામં,નમ્રતા વાસવાની  સહિતનાઓનો સમાવેશ થાય છે.

(1:38 pm IST)