Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

યુ.એસ.માં ''બ્રહ્મસમાજ ઓફ ગ્રેટર શિકાગો''ના ઉપક્રમે ૨૭ ઓકટો.ના રોજ નવરાત્રિ મહોત્સવ ઉજવાયોઃ સારેગમ ઓરકેસ્ટ્રાના તાલે આબાલ વૃધ્ધ સહિત ૬૫૦ ઉપરાંત ખેલૈયાઓ ગરબે ધૂમ્યાઃ આગામી ૧ ડિસેં.૨૦૧૮ના રોજ દિવાળી ડિનર યોજાશે

શિકાગોઃ યુ.એસ.માં બ્રહ્મ સમાજ ઓફ ગ્રેટર શિકાગો (BSGC)ના ઉપક્રમે ૨૭ ઓકટો.૨૦૧૮ના રોજ નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ ગયો. જેમાં સમાજના ૬૫૦ જેટલા મેમ્બર્સ ઉમટી પડ્યા હતા.

આ તકે શિકાગોના સુપ્રસિધ્ધ સારેગમ ઓરકેસ્ટ્રાના રાજેશ ચિલમ તથા નિપા શાહએ ખેલૈયાઓને ગરબાના વિવિધ રાસ તથા ગીતોના આધારે સતત પાંચ કલાક ધુમાવ્યા હતા સુગા બિલ્ડર્સ દ્વારા સહુને સ્વાદિષ્ટ ભોજન સ્પોન્સર કરાયું હતું. જેના શ્રી જસપ્રિત સુગાએ જાતે હાજર રહી ઉત્સવમાં તથા આરતીમાં ભાગ લીધો હતો સાંજનું ભોજન સાંઇ સેફરોન દ્વારા પુરૂ પાડવામાં આવ્યું હતું.

BSGC ના ઉપક્રમે આગામી ૧ ડિસેં.૨૦૧૮ના રોજ દિવાળી ડિનરનું આયોજન કરાયું છે. દર વર્ષે યોજાતા આ પ્રોગ્રામનું આયોજન ગ્રાન્ડ કોન્ફરન્સ હોલ, ફેરફિલ્ડ મેરીઓટ, સ્કેમબર્ગ મુકામે કરાયું છે. આ પ્રસંગે દિવાળી તથા નવા વર્ષની ઉજવણી સાથે મેમ્બર્સશીપ ડ્રાઇવ પણ યોજાશે. તેમજ આગામી સમર સીઝન ૨૦૧૯માં 'સિંગલ્સ ટુ મિંગલ' પ્રોગ્રામનું આયોજન થશે. તેવું શ્રી સુરેશ બોડીવાલા તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી દ્વારા જાણવા મળે છે.

(10:35 pm IST)