Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

યુ.કે.ના સમય પ્રમાણે દિવાળી પર્વના શુભ મુર્હુતોઃ રૂષિ પંચાંગના આધારે

યુ.કે. દિવાળીના મુહુર્તો ધનતેરશ-ધનપૂજા

તા.૫-૧૧-૧૮ સોમવારે આસોવદ ૧૩ તેરશ છે ધનપૂજા માટે પ્રદોષકાલનું મહત્વ શાસ્ત્રોકત છે. પ્રદોષકાલ સાંજે ૧૬-૨૬ થી ૧૯-૨૩ સુધી છે ચલ ચોઘડિયુ ૧૬-૨૬ થી ૧૮-૧૬ સુધી છે તેમાં તેરશ પ્રદોષકાલ અને ચલ ચોઘડિયાના સંયોગે ઉત્તમ મુહુર્ત છે.

દિવાળી-લક્ષ્મી-શારદા-ચોપડા પૂજન

તા.૭-૧૧-૧૮ બુધવારે આસોવદ ૩૦ દર્શ અમાસે દિવાળી છે. પ્રદોષકાલ ૧૬-૨૩ થી ૧૯-૨૧ સુધી છે. ચોઘડિયા સવારે ૧૦:૩૯ થી શુભ બપોરે ૧૪-૦૫ થી ૧૬-૨૩ સુધી ક્રમે ચલ અનેલાભ રાત્રે ૧૮-૧૫ થી ૨૩-૪૮ સુધી ક્રમે શુભ અમૃત અને ચલ ચોઘડિયા શુભ મુહર્ત છે.

નૂતન વર્ષ

તા.૮-૧૧-૧૮ ગુરૂવારે કારતક સુદ ૧, વિક્રમ સંવત ૨૦૭૫ સાધારણ નામ સંવત્સર અને નૂતન વર્ષ લખાશે. બલિપ્રતિપદા ગોવર્ધન પૂજા અને અન્નકુટ વગેરેનો ઉત્સવ છે. નવા વર્ષના ધંધાકિય કાર્ય આરંભ કરવાના મુહુર્ત સમય માટે ચોઘડિયા સવારે ૭-૧૫ થી ૮-૨૩  સુધી શુભ ચોઘડિયુ અને ૧૦-૪૦ થી ૧૪-૦૪ સુધી ક્રમે ચલ લાભ, અને અમૃત ચોઘડિયા શુભ સમય છે.

તા.૯-૧૧-૧૮ શુક્રવારે ભાઇબીજ યમદ્વિતીયા છે.

તા.૧૨-૧૧-૧૮ સોમવારે લાભ પાંચમ અને જ્ઞાનપંચમી છે.

તા.૧૯-૧૧-૧૮ સોમવારે પ્રબોધિની દેવઉઠી એકાદશી છે. બારશ ૯-૦૦ AM અને રેવતી નક્ષત્ર ૧૨-૨૫ PM.થી બેસે છે બારશ અને રેવતી નક્ષત્ર યોગે તુલસી વિવાહ ઉત્તમ કહે છે.

ઉપર દર્શાવેલા મુહુર્તોના સમય અક્ષાશ ૫૨-૩૮ N, રેખાશ ૧-૦૫ W લેસ્ટર યુ.કે.પ્રમાણેના છે.

તેવું શ્રી વનમાળી ગોરધનદાસ ચરાડવા MBE કોન્ટેક નં.૦૦૪૪૧૧૬૩૧૯૫૦૧૨ લેસ્ટર ના અહેવાલના આધારે શ્રી પ્રદીપની યાદી જણાવે છે.

(8:34 pm IST)