Gujarati News

Gujarati News

News of Sunday, 4th November 2018

અમેરિકાના લોસ એન્‍જલસ કેલિફોર્નિયામાં ૩૧ ઓકટો.ના રોજ શ્રી સરદાર પટેલની જન્‍મ જયંતિ ઉજવાઇઃ ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી તથા ‘જોય ઓફ શેરીંગ'સંસ્‍થાના નેજા હેઠળ કરાયેલી ઉજવણીમાં શ્રી રૂષભ રૂપાણીએ મુખ્‍ય વકતા તરીકે પ્રેરણાદાયી ઉદબોદન કર્યુઃ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો

કેલિફોર્નિયા : અત્રેની ''ઈન્ડીયન અમેરીકન કોમ્યુનિટી'' તથા ''જોય ઓફ શેરીંગ'' સંસ્થાના નેજા હેઠળ શ્રી બી.યુ.પટેલ તથા પ્રો.કેશવલાલ પટેલ ના નેતૃત્વમાં

 તા.૩૧ મી ઓક્ટોબરના સાંજે સનાતન ધર્મ ટેમ્પલમાં શ્રી સરદાર પટેલની જન્મજયંતિ વિવિધ સંસ્થાઓના સહયોગથી ઉજવાઈ...

        પ્રસંગે દીપપ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત થઈ. પ્રસંગે મુખ્ય વક્તાશ્રી ૠષભ રૂપાણીએ (માનનિય મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણીજીના ચીરંજીવી ) પ્રેરણાદાયી પ્રવચનથી શરૂ કરીને કાર્યક્રમનો દોર વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિયો માટે ખૂલ્લો મુખ્યો... જેમાં મુખ્યત્વે 

અંજુ ગર્ગ,(ગોપીયો) અનિલ પટેલ,પ્રો.કેશવ પટેલ,(સંચાલક) જવાહર શાહ,(ગુજરાતી સોસાયટી) ડૉ.અમ્રુત નહેરુ,ડૉ. મનોરમા ગ્લેબલપીસ,અમ્રુત ભંડારી,(લાયન્સ ક્લબ),બાબુભાઈ ગાંધી,નિતિન ગુપ્તા,વગેરે સરદારશ્રી ના જીવનના વિવિધ પાસાઓને વણીને સુંદર રજુઆત કરી હતી. મુખ્યત્વે પૂજ્યશ્રી સરદાર સાહેબના કાર્યોને જે રીતે ઈતિહાસમાં ભૂલાવી દેવાયા એવું ફરી ના બને તે માટે સર્વએ સજાગ બનવું જોઇએ....સરદારશ્રી ની પ્રતિમાની સ્થાપનાને સર્વએ વધાવીને , સાચો ઈતિહાસ સમાજને મળે જેથી લોકોને સાચી પ્રેરણા મળે તે જરુરી હતું...

      પ્રસંગે ખાસ ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી વિજય રુપાણીજી દ્વારા આજના ૧૦ મો ભારત એકતા દિવસ નિમિત્તે પાઠવેલ સંદેશાને પ્રો.કેશવલાલે વાંચી સંભળાવ્યો હતો. કાર્યક્રમના અંતે શ્રી ઋષભ રૂપાણીનું સન્માન શ્રી બી.યુ.પટેલ મારફતે કરવામાં આવ્યું હતું... સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જગદીશ પુરોહિતે સુંદર રીતે સંભાળ્યુ હતું...

      અંતમા પ્રિતિ ભોજન બાદ સૌ કાર્યક્રમના સુંદર સ્મરણો સાથે એકતા દિવસનું મહત્વ સમજીને આજના કાર્યક્રમને બિરદાવ્યો હતો. જય સરદાર..... ( માહિતી:-હર્ષદરાય શાહ અને તસ્વિર:- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

(11:01 am IST)