Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

મહિલાઓ માટે આવતીકાલ ૧૨ ઓકટો ૨૦૧૮ના રોજ ‘‘એક દિવસિય ગરબા ઉત્‍સવ'': યુ.એસ.માં ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ પરામસ ન્‍યુજર્સી મુકામે કરાયેલું આયોજન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકૂળ USA ૨૦૫, સ્‍પ્રિંગ વેલ્લી રોડ, પરામસ ન્‍યુજર્સી મુકામે આવતીકાલ ૧૨ ઓકટો.૨૦૧૮ શુક્રવારના રોજ એક દિવસિય ગરબા ઉત્‍સવનું આયોજન કરાયું છે. બાદમાં ડીનરનું આયોજન કરાયું છે.

ભક્‍તિ મહિલા મંડળના ઉપક્રમે ઉજવાનારો આ ઉત્‍સવ માત્ર મહિલાઓ માટે જ છે. પુરૂષો સંતો સાથે વિચાર વિનિમય તથા સત્‍સંગ કરી શકવાનો લાભ મેળવી શકશે.

ગરબા ઉત્‍સવનો સમય સાંજના ૭ વાગ્‍યાથી રાત્રિના ૧૦ વાગ્‍યા સુધીનો રહેશે. ડીનરનો સમય સાંજે ૭ વાગ્‍યાનો રહેશે.

ગુરૂકુળનો કોન્‍ટેક નં.(૨૦૧)૮૮૨-૫૮૧૫ છે. તથા ઇમેલ nj@gurukul.us છે તેમ જણાવાયું છે.

(9:54 pm IST)