Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

'ગેટસ સ્કોલરશીપ ૨૦૧૮' માટે ઇન્ડિયન અમેરિકન હાઇસ્કૂલ સ્ટુડન્ટ કુશ પટેલની પસંદગી : ૨૯૦૦૦ સ્ટુડન્ટસમાંથી પસંદ કરાયેલા ૩૦૦ સ્કોલર્સમાં સ્થાન મેળવ્યું

કેલિફોર્નિયા : યુ.એસ.માં સાન્તા મારીયા કેલિફોર્નિયામાં આવેલી સ્ટિગેટૃી હાઇસ્કૂલના સિનીયર સ્ટુડન્ટ ઇન્ડિયન અમેરિકન કુશ પટેલની પસંદગી ૨૦૧૮ની સાલની ગેટસ સ્કોલરશીપ માટે થઇ છે.

સમગ્ર દેશના ૨૯ હજાર સ્ટુડન્ટસમાંથી પસંદ કરાયેલા ૩૦૦ સ્કોલર્સમાં કુશએ સ્થાન મેળવ્યું છે. તે બ્રાઉન યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સ અભ્યાસ કરવા માંગે છે.

આ સ્કોલરશીપ બદલ હર્ષ  વ્યકત કરતાં તેણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં તેનું ઋણ ચૂકવીશ.

(12:33 pm IST)
  • કેન્દ્રીય માહિતી પંચ (CIC)એ વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલયને કોહિનૂર હીરો, મહારાજા રણજીતસિંહનું સોનાનું સિંહાસન, શાહજહાનું હરિતાશ્મનો દારૂનો પ્યાલો અને ટીપૂ સુલ્તાનની તલવાર જેવી પ્રાચીન વસ્તુઓ સ્વદેશ પરત લાવવા માટે સરકારનાં પ્રયાસોનો ખુલાસો કરવા માટેનાં નિર્દેશ આપ્યા છે. આ તમામ પ્રાચીન વસ્તુઓ ભારતનો વૈભવી ઇતિહાસનું પ્રતિક છે અને લોકકથાઓનો હિસ્સો છે અને તે અંગ્રેજ સરકાર અને આક્રમણકર્તાઓ દ્વારા લૂંટીને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલ તે વિશ્વનાં અલગ અલગ સંગ્રહાલયોની શોભા વધારી રહ્યા છે. access_time 2:48 am IST

  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST