Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી મુખરજીને નેશનલ સાયન્‍સ ફાઉન્‍ડેશન કેરીઅર એવોર્ડઃ કેટલું પાણી જમીનમાં ઊંડે જાય છે તથા કેટલું સપાટી ઉપર રહે છે તે અંગે સંશોધન કરશે

ફલોરિડાઃ યુ.એસ.ની ફલોરિડા સ્‍ટેટ યુનિવર્સિટીમાં આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર ઓફ જીઓલોજી તરીકે સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર મૈનાક મુખરજીની પસંદગી નેશનલ સાયન્‍સ ફાઉન્‍ડેશન કેરીઅર એવોર્ડ માટે થઇ છે.

NSF કેરીઅર એવોર્ડ માટે આ યુનિવર્સિટીમાંથી પસંદ થયેલા પાંચ સંશોધકોમાં તેમણે સ્‍થાન મેળવ્‍યું છે જેથી આ તમામ સંશોધકોને તેમના સંશોધનો આગળ વધારવા ફંડ અપાશે. જેઓ કેટલું પાણી જમીનમાં અંદર ગતિ કરી આગળ વધે છે તથા કેટલું પાણી સપાટી ઉપર રહે છે તે અંગે સંશોધન કરશે.

(11:19 pm IST)
  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • ધોરાજીના જામકંડોરણા રોડ પર ટ્રક અડફેટે મુસ્લિમ યુવાન વાહીદ અહમદ ચૌહાણ (ઉ,વ, 42 ) ( રહે ,ધોરાજી )નું ઘટનાસ્થળે મોત :મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લવાયો ;અજાણ્યો ટ્રક ફરાર ;ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન access_time 2:19 am IST

  • જમ્મુ કશ્મીરઃ શોપીયામાં આતંકીઓએ ગ્રેનેડ ફેકી પોલીસ પર કર્યો હુમલો છેલ્લા ૪ દિવસમાં ૧૦ ગ્રેનેડ હુમલામાં ૧ મહિલાનું મોત ૫ લોકો ઘાયલ access_time 3:56 pm IST