Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

યુ.એસ.માં IHCNJના ઉપક્રમે ૨૦મે ૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલો ફ્રી હેલ્‍થ કેમ્‍પઃ શ્રી સ્‍વામિનારાયણ મંદિર વિહોકન ખાતે યોજાયેલા કેમ્‍પનો ૧૫૦ દર્દીઓએ લાભ લીધોઃ આગામી કેમ્‍પ ૮ જુલાઇ ૨૦૧૮ના રોજ બાલાજી ટેમ્‍પલ ખાતે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકામાં વસતા સાઉથ એશિઅન પ્રજાજનોની આરોગ્‍ય સેવાઓ માટે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ઇન્‍ડિઅન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સીના ઉપક્રમે તાજેતરમાં ૨૦મે ૨૦૧૮ના રોજ ફ્રી હેલ્‍થ કેમ્‍પ યોજાઇ ગયો.

શ્રી સ્‍વામિનારાયણ મંદિર, વિહોકન ન્‍યુજર્સી મુકામે યોજાયેલા આ કેમ્‍પમાં ૧૫૦ દર્દીઓને આરોગ્‍ય સેવાઓ અપાઇ હતી. તેમજ ૭૫ દર્દીઓને પ્રોસ્‍ટેટ અને બ્રેસ્‍ટ કેન્‍સર માટે વિનામુલ્‍યે મેમોગ્રામ કરી અપાયુ હતું.

અગાઉથી રજીસ્‍ટ્રેશન કરાવી હાજર રહેનાર તથા મેડીકલ ઇન્‍સ્‍યુરન્‍સ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા જરૂરીયાતમંદ લોકો માટે યોજાયેલા આ કેમ્‍પમાં મેડીકલ,ડેન્‍ટલ, મેન્‍ટલ હેલ્‍થ, સહિતના નિદાન સાથે રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાયું હતું.

જે માટે EKG, આંખોનું નિદાન, બ્‍લડ ટેસ્‍ટ, ડાયાબિટીસ, કાર્ડિયોલોજી, ફીઝીકલ એકઝામિનેશન, કાર્ડિયોલોજી, જુદા જુદા પ્રકારના કેન્‍સર,HIV ટેસ્‍ટીંગ, સહિતની સેવાઓ માટે જે તે ક્ષેત્રના નિષ્‍ણાંત તબીબોએ હાજરી આપી હતી. ઉપરાંત નર્સીસ, મેડીકલ સ્‍ટુડન્‍ટસ, લેબ આસીસ્‍ટન્‍ટસ, સહિતનાઓની સેવાઓ ઉપલબ્‍ધ બનાવાઇ હતી. ન્‍યુજર્સી કમિશન ફોર બ્‍લાઇન્‍ડની સેવાઓ પણ પ્રાપ્ત થઇ હતી. મેન્‍ટલ હેલ્‍થ માટે પણ સેવાઓ અપાઇ હતી.

જે માટે SAMHINના મેન્‍ટલ એક્ષપર્ટસ દ્વારા ડીપ્રેશન, સ્‍ટ્રેસ સહિતના નિવારણ માટે માર્ગદર્શન અપાયુ હતું.

બ્‍લડ ટેસ્‍ટ રિપાર્ટ રિમાર્ક સાથે દર્દીને મોકલી અપાશે. કેમ્‍પને સફળતાપૂર્વક સંપન્‍ન કરાવવા માટે IHCNJ કમિટી મેમ્‍બર્સ તથા વોલન્‍ટીઅર્સ, ૩૦ જેટલા મેડીકલ વ્‍યાવસાયિકો તેમજ મેડીકલ, સ્‍ડુડન્‍ટસ, એકયુરેટ લેબના શ્રી રૂપેન પટેલ, વિહોકન ખાતેના શ્રી સ્‍વામિનારાયણ મંદિરના સંચાલકો, સહિતનાઓની નિસ્‍વાર્થ સેવાઓનો લાભ મળ્‍યો હતો. તમામ માટે મંદિર દ્વારા બ્રેકફાસ્‍ટ તથા લંચની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. IHCNJના ઉપક્રમે આગામી ૧ ડિસેં. ૨૦૧૮ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાશે. આગામી હેલ્‍થ કેમ્‍પ ૮ જુલાઇ ૨૦૧૮ના રોજ બાલાજી ટેમ્‍પલ ખાતે, ૨૬ ઓગ. ૨૦૧૮ના રોજ દુર્ગા ટેમ્‍પલ તથા ૧૮ નવેં.૨૦૧૮ના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સિકોસસ ખાતે ફ્રી હેલ્‍થફેર યોજાશે.

વિશેષ માહિતિ માટે રૂરૂરૂ.ત્‍ણ્‍ઘ્‍ફથ્‍.ંશ્વ દ્વારા અથવા ડો.તુષાર પટેલના ઇમેલ દ્દર્ષ્ટીદ્દફૂશ્ર૪૩૪ર્ક્‍ક્કીત્ર્ં.ણૂંળ અથવા કોન્‍ટેક નં.૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા સંપર્ક સાધવા  ત્‍ણ્‍ઘ્‍ફથ્‍ પ્રેસિડન્‍ટ ડો. તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(9:44 pm IST)