Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

યુ.એસ.માં કનેકટીકટના ૪થા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી રિપબ્‍લીકન ઉમેદવાર તરીકે શ્રી હેરી અરોરાની સર્વાનુમતે પસંદગીઃ નવેં.માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસમેનને હરાવવા માટે ડોર ટુ ડોર સંપર્ક કરશે

કનેકટીકટઃ યુ.એસ.માં કનેકટીકટના ૪થા ડ઼ીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસના રિપબ્‍લીકન ઉમેદવાર તરીકે પાર્ટી દ્વારા ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી અરોરાની સર્વાનુમતે નિમણુંક થઇ છે. તેઓ નવેમ્‍બર માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં વર્તમાન ડેમોક્રેટ ઉમેદવાર જિમ હિઝ સામે ટક્કર લેશે.

વર્તમાન ડેમોક્રેટ ઉમેદવારને હરાવવા માટે તેઓ હાઉસ બાઇ હાઉસ, સ્‍ટ્રીટ બાઇ સ્‍ટ્રીટ, ફેસબુક ફ્રેન્‍ડ બાઇ ફેસબુક ફ્રેન્‍ડ એ રીતે દરેક મતદારનો વ્‍યક્‍તિગત સંપર્ક કરશે.

કેન્‍સર સામે ઝઝુમી તેને મહાત કરી નવું જીવન મેળવનાર શ્રી અરોરા પોતાના વિસ્‍તારને આર્થિક રીતે સમૃધ્‍ધ બનાવવાની નેમ રાખે છે તેઓ કોલજ અભ્‍યાસ સમયથી અમેરિકામાં છે. તથા ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજમેન્‍ટ ક્ષેત્રે કાર્યરત છે.

 

(9:22 am IST)
  • ફારૂક અબ્દુલા દેવડીવાલા દુબઇથી ઝડપાયો : ફારૂક વિરૂધ્ધ મુંબઇ-દિલ્હીમાં પણ સંખ્યાબંધ ગુનાઓઃ ૨૦૦૨માં નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપીઃ આરડીએકસ લાવવાનો પણ આરોપ છેઃ ફારૂક સામે રેડકોર્નર નોટીસ જારી થયેલી access_time 4:09 pm IST

  • પંજાબ બેંકના કૌભાંડના ચાર્જશીટમાં મેહુલને ફરાર જાહેર કરાયો : પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં ૫૦ લોકોના નિવેદન લેવાયાઃ ચાર્જશીટમાં મેહુલ ચોકસીને ફરાર જાહેર કરાયોઃ ૧૨ હજાર પાનાની ચાર્જશીટ દાખલ access_time 4:15 pm IST

  • કર્ણાટક ચૂંટણીમાં નવો વણાંક : રાજયપાલ વજુભાઈએ કોઈપણ પક્ષને મળવાનો ઈન્કાર કર્યો : ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ કોઈ નિર્ણય લેશે access_time 5:24 pm IST