Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આવતીકાલ ૧૬મે ૨૦૧૮ બુધવારથી પવિત્ર પુરૂષોતમ માસ શરૂઃ અમેરિકામાં આવેલા શ્રી દ્વારકાધિશ મંદિરમાં સમગ્ર માસ દરમિયાન વિવિધ દર્શનો તથા મનોરથોનો લહાવો તેમજ અધિક પુરૂષોતમ જેઠ માસ કથા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭, વોશિંગ્ટન રોડ, પાર્લિન ન્યુજર્સી (૭૩૨-૨૫૪-૦૦૬૧) મુકામે ૧૬ મે ૨૦૧૮ બુધવારથી ૧૩ જુન ૨૦૧૮ બુધવાર સુધી 'અધિક પુરૂષોત્તમ જેઠ માસ કથા ૨૦૧૮'નું આયોજન કરાયું છે. જેનો લાભ લેવા સહુને સપરિવાર મિત્રમંડળ સહિત પધારવા આમંત્રણ પાઠવાયું છે. સાંજે ૭.૩૦ કલાકે શયન દર્શન બાદ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

પુરૂષોત્તમ માસ નિમિતે કરાયેલા આયોજન મુજબ ૧૬ મે, બુધવાર જેઠ સુદ એકમના રોજ રાજભોગમાં મોતીનો બંગલો તથા શયનમાં મિનાકારીની સાંજી, ૧૭ મે ગુરૂવારે શાહિબાગની બંગલી તથા સાત ઘોડાનો ફુલનો રથ, ૧૮ મે શુક્રવારે ખસનો બંગલો તથા ઉસીર રાવટી, ૧૯ મે શનિવારના રોજ ચીરહરણ લીલા તથા ચંદનના બંગલાના દર્શન થશે.

૨૦ મે રવિવારે શયનમાં ચંદ સરોવર પર મહારાસ, ૨૧ મે સોમવારે ફુલડોલમાં ફાગ, ૨૨ મે મંગળવારે ગંગા દશમીનો મનોરથ (જલ વિહાર), ૨૩ મે બુધવારે કમલ તલાઇમાં કમલની રાવટી, ૨૪ મે ગુરૂવારે સફેદ ચાંદનીમાં ચાંદીનો બંગલો તથા ૨પ મે શુક્રવારે પુષ્પ વિતાનના દર્શન થશે.

૨૬ મે શનિવારે રાજભોગમાં માખણચોરી લીલા તથા શયનમાં આમકુંજ, ૨૭ મે રવિવારે ફુલ મંડળી તથા દાનગઢ માનગઢના દર્શન થશે.

૨૮ મે સોમવારના રોજ શયનમાં કાચની હાટડી, ૨૯ મે મંગળવારે ફિરોજી ઘટામાં ફિરોજી હિંડોળા, ૩૦ મે બુધવારે સુકામેવાની સાંજી, ૩૧ મે ગુરૂવારે કાન અટા ચઢ ચંગ ઉડાવત, ૧ જુન શુક્રવારે ઘેબર પનમાં મોર કુટીરના દર્શન થશે.

૨ જુન શનિવારે રાજભોગમાં સુકામેવાનો બંગલો તથા શયનમાં ચોર્યાસી ફુલની માળાના મનોરથના દર્શન થશે. ૩ જુન રવિવારના રોજ શયનમાં ચખરી મનોરથ (લગ્ન), ૪ જુન સોમવારે કલિના શૃંગાર છુટત કુંવારે, આગેનિકે લાગે હો, પ જુન મંગળવારે કમળનો હિંડોળો, ૬ જુન બુધવારે હટડી હાટ બજાર ધનતેરસનો મનોરથ, ૭ જુન ગુરૂવારે ગૌચરણ લીલા, ૮ જુન શુક્રવારે રાજભોગમાં ફુલના પલના તથા શયનમાં શ્રીજીમાં અષ્ટછાપ દરબારના દર્શન થશે.

૯ જુન શનિવારે શયનમાં છપ્પન ભોગ, ૧૦ જુન રવિવારે રાજભોગમાં કુંડવારો તથા શયનમાં શ્રી વૃદાવનમેં તાવકો મનોરથના દર્શન થશે. ૧૧ જુન સોમવારે શયનમાં નંદ ભવનમેં આંગન ખેલીયે બાલ લીલાના દર્શન થશે. ૧૨ જુન મંગળવારે રાજભોગમાં ચંદનના વાઘા ફુલના શૃંગાર તથા શયનમાં ચંદનનો હિંડોળો તથા ૧૩ જુન બુધવાર જેઠ વદ ૩૦ના રોજ રાજભોગમાં સોનાનો બંગલો તથા શયનમાં માનસી ગંગામાં દીપદાનના દર્શન થશે.

અધિક માસ દરમિયાન સોમવારથી ગુરૂવાર મનોરથની ન્યોછાવર ૧૦૧ ડોલર તથા શુક્રવારથી રવિવાર મનોરથી ન્યોછાવર ૨૦૧ ડોલર રહેશે.

દર શનિવાર અને રવિવારે શૃંગારના દર્શન ભીતરમાં થશે. સંધ્યા આરતી દર્શન દરરોજ ભીતરમાં થશે. શયન દર્શન બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છ તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:08 pm IST)