Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

યુ.એસ.માં મિશીગનના ૧૧મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવતા શ્રી સુનિલ ગુપ્‍તાઃ વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની પોલીસીથી નારાજ શ્રી ગુપ્‍તા ઇમીગ્રેશન, હેલ્‍થ, એજ્‍યુકેશન સહિતના મુદે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે મેદાનમાં: ૭ ઓગ.૨૦૧૮ના રોજ યોજાનારી પ્રાઇમરી ચૂંટણીમાં જીતવા માટે આશાવાદી

મિચીગનઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન આંત્રપ્રિનીઅર શ્રી સુનિલ ગુપ્‍તાએ મિશીગનન ૧૧મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

તેમણે યુનિવર્સિટી ઓફ મિશીગનમાંથી અન્‍ડરગ્રેજ્‍યુએટ તથા નોર્થ વેસ્‍ટર્ન યુનિવર્સિટીમાંથી MBAની  ડીગ્રી મેળવી છે તેઓ મોબાઇલ હેલ્‍થ કંપની Riseના કો-ફાઉન્‍ડર તથા ચિફ એકઝીકયુટીવ છે.

મિચીગનના ૧૧મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસમેન ડેવિડ ટ્રોટ ફરીથી ચૂંટણી લડવા માંગતા નથી. ડેમોક્રેટ ઉમેદવાર શ્રી ગુપ્‍તા વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ઇમીગ્રેશન પોલીસીથી નારાજ છે ઉપરાંત પ્રજાજનોને હેલ્‍થકેર, એજ્‍યુકેશન, સહિતના મુદે મદદરૂપ થવા માંગે છે પ્રાઇમરી ચૂંટણી ૭ ઓગ.૨૦૧૮ના રોજ છે. 

(11:04 pm IST)