Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

યુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે

મિચિગનઃ યુ.એસ.માં મિચિગન ગવર્નરના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદારએ પ્રચાર માટે આગામી ૨ મહિનામાં ૧ મિલીયન ડોલર જેટલી રકમ TV એડ માટે ફાળવવાનું નક્કી કર્યુ છે.

તેઓ પોતાની જાહેરાતમાં મિચિગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર આપવા કટિબદ્ધ હોવાનું દર્શાવી રહ્યા છે. તેઓ ડીસેં. ૨૦૧૭ થી જુદા જુદા પ્રકારની જુદી જુદી જગ્‍યાઓ ઉપરની એડ માટે ૬ મિલીયન ડોલર જેટલી રકમ દ્વારા પ્રચારને વેગ આપી ચૂકયા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:07 pm IST)
  • હજુ બે દિવસ ગરમીનો પારો ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે જોવા મળશેઃ બાદ આંશિક ઘટાડો સંભવ: રાજકોટમાં ૩૯.૪ ડિગ્રી : પવનની ગતિ ૧૨ કિ.મી. : આગામી દિવસોમાં સાંજના સમયે પવનનું જોર જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં વાદળો પણ જોવા મળે access_time 4:13 pm IST

  • વડોદરાના ગાયત્રીનગર સોસાયટીના રહીશો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત મામલે સીઆઈડી ક્રાઈમ અને વડોદરા પોલીસે નોંધેલા ગુન્હામાં જામીન મેળવવા ૫ ગુન્હાના આરોપી ડોલી પટેલે હાઈકોર્ટમાં કરેલી અરજી ફગાવી દેવાઈ access_time 4:56 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST