Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

અમને સલામત શિક્ષણનો અધિકાર આપોઃ ગન વાયોલન્‍સ નાબુદ કરોઃ અમેરિકામાં ૧૪ માર્ચ ૨૦૧૮ના રોજ ૧ મિલીયન જેટલા વિદ્યાર્થીઓના દેખાવો

ન્‍યુજર્સીઃ અમેરિકામાંથી ‘ગન વાયોલન્‍સ' નાબુદ કરવા માટે ૧૪ માર્ચ ૨૦૧૮ના રોજ સમગ્ર દેશમાંથી ૧ મિલીયન જેટલા વિદ્યાર્થીઓએ કલાસરૂમમાંથી બહાર નીકળી જઇ વોકઆઉટ કર્યુ હતું.

ન્‍યુજર્સી ખાતે યોજાયેલા આ વોકઆઉટ પ્રોગ્રામમાં જોડાયેલા ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થીઓએ જણાવ્‍યા મુજબ અમુક લોબીના કારણ અમેરિકાની કોંગ્રેસમાં આ બિલ પાસ થઇ શકતુ નથી તે બાબત સાથે સંમત થઇ શકાય તેવું નથી.

વિદ્યાર્થીઓએ કલાસરૂમમાંથી બહાર નીકળી જઇ કરેલા દેખાવો અંતર્ગત તેમણે ‘‘સલામત શિક્ષણ'' અધિકાર માટે માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે હજુ એક માસ પહેલા જ વેલેન્‍ટાઇન ડેના રોજ ફલોરિડાની હાઇસ્‍કૂલમાં થયેલા ગોળીબારના કારણે ૧૭ લોકો માર્યા ગયા હતા.

ગન વાયોલન્‍સ વિરૂધ્‍ધ સમગ્ર દેશના જુદા જુદા વિસ્‍તારોમાં થયેલા દેખાવોમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશિષ ઝવેરી, શાન ઝવેરી, વર્મા, ભસ્‍મે, આકાશ, ચેતન, સૈફ કૌસર, અક્ષાજ મહેતા, સુર્યા ત્રિવેદી, સહિતના સ્‍ટુડન્‍ટસ જોડાયા હતા.

 

(11:09 pm IST)