Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઇન્‍ડો કેનેડીઅન ચેમ્‍બર ઓફ કોમર્સ તથા ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ વચ્‍ચે MOU : ગુજરાતના નાના ઉદ્યોગો, એગ્રીકલ્‍ચર, ફુડ પ્રોસેસિંગ સહિતના ક્ષેત્રોને પ્રોત્‍સાહિત કરવાનો હેતુ

ગુજરાત તથા ભારતના નાના ઉદ્યોગો, એગ્રીકલ્‍ચર, ફુડ પ્રોસેસિંગ, આઇસીટી, ફાઇનાન્‍શીઅલ સર્વિસીઝ તેમજ રિન્‍યુએબલ એનર્જી ક્ષેત્રના વ્‍યવસાયો તથા ઉદ્યોગોને પ્રોત્‍સાહિત કરવા ‘‘ઇન્‍ડો કેનેડિઅન ચેમ્‍બર ઓફ કોમર્સ(ICCC)''   તથા ‘‘ગુજરત ચેમ્‍બર ઓફ કોમર્સ'' વચ્‍ચે MOU થયા છે.

 આ અંગે માહિતિ આપતા ICCC પ્રેસિડન્‍ટ શ્રી ધનજાલ કંવરએ જણાવ્‍યું હતું કે તેઓ ભારતીય કંપનીઓ સાથેનો વ્‍યાવસાયિક નાતો વધારવા માંગે છે. તેમજ યુ.એસ. ઉપર માત્ર આધારિત રહેવાને બદલે અન્‍ય સ્‍થળે ધ્‍યાન આપવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૦ વર્ષ મા કેનેડાએ ભારતમાં ૨૦ બિલીયન ડોલર જેટલી રકમનું રોકાણ કર્યુ છે. તથા બંને દેશો વચ્‍ચેનો વેપાર ૩૦ ટકા જેટલો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:38 pm IST)