Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

‘‘૧૦ જાન્‍યુઆરી-વિશ્વ હિન્‍દી દિવસ'': ભારતના સંવિધાનમાં ‘રાજભાષા' તરીકે સ્‍વીકૃત કરાયેલી હિન્‍દી ભાષાના પ્રચાર તથા પ્રસાર માટે દેશવિદેશાોમાં ઉજવાતો દિવસ

ન્‍યુ દિલ્‍હી ‘‘૧૦ જાન્‍યુઆરી વિશ્વ હિન્‍દી દિવસ'', સમગ્ર વિશ્વમાં હિન્‍દી ભાષાના પ્રચાર તથા પ્રસાર માટે ૧૦ જાન્‍યુ.નો દિવસ ‘વિશ્વ હિન્‍દી દિવસ' ઘોષિત કરાયો છે. દેશ વિદેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સરકારી ઓફિસોમાં તથા વિદેશો ખાતેના ભારતીય દૂતાવાસોમાં આ દિવસ ઉજવાય છે.

ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘએ આ દિવસને વિશ્વ હિન્‍દી દિવસ તરીકે ઉજવવાનું એલાન કર્યુ હતું. ૧૦ જાન્‍યુ. ૧૯૭૫ના રોજ નાગપુરમાં સૌપ્રથમ વિશ્વ હિન્‍દી સંમેલન મળ્‍યુ હતુ. ત્‍યારથી આ દિવસને વિશ્વ હિન્‍દી દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઇ હતી.

ભારતના સંવિધાનમાં ૧૪ સપ્‍ટેં. ૧૯૪૯ના રોજ હિન્‍દીને ‘રાજભાષા'નો દરજજો અપાયો હતો.

હિન્‍દી શબ્‍દ હિન્‍દ ઉપરથી આવ્‍યો છે. જે સિંધુ નદીની ભૂમિ છે. ૧૧મી સદીમાં તુર્કીએ જયારે પંજાબ તથા ગંગાના મેદાની ઇલાકાઓ ઉપર હુમલો કર્યો ત્‍યારે અહિયા વસતા લોકો માટે હિન્‍દ શબ્‍દનો ઉપયોગ કર્યો હતો.

૧૮૮૧ની સાલમાં બિહાર પ્રાંતએ હિન્‍દીને અધિકૃત ભાષા ગણી હતી.

ભારતમાં સૌથી વધુ લોકો એટલે કે ૭૭ ટકા પ્રજાજનો હિન્‍દી બોલે છે

આ ભાષા શીખવાનું કામ અન્‍ય ભાષાઓ શીખવા કરતા વધુ સહેલુ છે હિન્‍દીમાં ‘હરિ'શબ્‍દના એકડઝન ઉપરાંત અર્થ છે. વિશ્વના ૧૩૦ જેટલા વિશ્વ વિદ્યાલયોમાં હિન્‍દી ભાષા શીખવવામાં આવે છે આ ભાષા ચીની ભાષા પછી વિશ્વમાં સૌથી વધુ બોલાવી ભાષા છે આ અગાઉ ભોપાલમાં ૨૦૧૫ની સાલમાં ૧૦ થી ૧૨ સપ્‍ટેં. દરમિયાન ૧૦મું ‘‘વિશ્વ હિન્‍દી સંમેલન'' મળ્‍યુ હતુ.

(11:34 pm IST)