Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

સમગ્ર અમેરીકાના વોલમાર્ટ સ્‍ટોરમાંથી ભગવાન ગણેશના ડોલનું વેચાણ બંધ કરવામાં આવ્‍યું: અમેરીકામાં વસવાટ કરતા ભારતીય પરિવારના સભ્‍યોએ ઉગ્ર આક્રોશની લાગણીઓ વ્‍યક્‍ત કર તાં વોલમાર્ટના સંચાલકોએ આ ગણેશના ડોલનું વેચાણ થંભાવી દીધુ

(સુરેશ શાહ દ્વારા) શિકાગોઃ અમેરીકામાં આવેલા વોલમાર્ટ સ્‍ટોરમાં ભગવાન ગણેશજીના ડોલનું વેચાણ કરવામાં આવતું હતું અને આ બીના અમેરીકામાં વસવાટ કરતા ભારતીય  પરિવારના સભ્‍યોમાં ધ્‍યાનમાં આવતાં સમગ્ર જગ્‍યાએ અત્‍યંત આક્રોશની લાગણીઓ ઉત્‍પન્‍ન થવા પામી હતી અને તેની રજુઆત વોલમાટે સ્‍ટોરના સંચાલકો સમક્ષ કરાતા તેઓએ તાત્‍કાલીક અસરથી આ ગણેશજીની મૂર્તિનું વેચાણ બંધ કરી દીધુ હતુ.

આ અંગે હિંદુ સોસાયટી ઓફ હિદુઇઝમના પ્રમુખ રાજન ઝેડે પણ ઉગ્ર વિરોધ મ્રગટ કર્યો હતો અને તેમણે પણ આ પ્રશ્ન અંગે વોલમાર્ટના સત્તાવાળાઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી. આ ગણેશની પ્રતિમાઓનું વેચાણ વોલમાર્ટની ઓનલાઇન દ્વારા કરવામાં આવતું હતું અને તેની એકની કિંમત ૧૮ ડોલર ને ૯૪ સેન્‍ટ રાખવામાં આવી હતી પરંતુ હાલમાં તે મળવી અશક્‍ય છે એવું ઓન લાઇન પર દર્શાવવામાં આવેલ છે

(8:59 pm IST)