Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

અમેરિકામાં ઇન્ડિયા એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે દિવાળી ઉત્સવ ઉજવાયોઃ હવેલી મંદિર, ઇરવિન મુકામે કરાયેલી ઉજવણીમાં મેયર, કાઉન્ટી સુપરવાઇઝર, સહિત વિશાળ સંખ્યામાં કોમ્યુનીટી મેમ્બર્સએ હાજરી આપી

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ઇન્ડિયા  એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (IASC)ના ઉપક્રમે તાજેતરમાં ૨૦ ઓકટો.૨૦૧૯ના રોજ હવેલી મંદિરમાં દિવાળી ઉત્સવ ઉજવાઇ ગયો.

ઉત્સવ અંતર્ગત બોલીવુડ ડાન્સ, મ્યુઝીક સહિત વિવિધ મનોરંજન કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઇરવિન મેયર, કાઉન્ટી સુપરવાઇઝર, સહિતના અગ્રણીઓ જોડાયા હતા. તથા વિશાળ સંખ્યામાં કોમ્યુનીટી મેમ્બર્સએ હાજરી આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ યુ.એસ.માં ભારતીય કોમ્યુનીટીના યોગદાનને બિરદાવ્યું હતું.

(7:56 pm IST)