Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

''રોડસ સ્કોલરશીપ ૨૦૧૯'': યુ.એસ.માં સોશીઅલ સાયન્સ, મેડીકલ સાયન્સ, મેથેમેટીકસ,સહિતના ક્ષેત્રે આગળ વધવા અપાતી સ્કોલરશીપઃ ૨૦૧૯ની સાલ માટે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા ૩૨ સ્ટુડન્ટસમાં ૨ ઇન્ડિયન અમેરિકન

વોશીંગ્ટનઃ યુ.એસ.માં રોડસ સ્કોલરશીપ માટે પસંદ કરાયેલા ૩૨ સ્ટુડન્ટસમાં ૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે. જેમાં કુશલ ટી કાકડીઆ તથા સિરીન કે સિંઘનો સમાવેશ થાય છે.

આ સ્કોલરશીપ માટે પસંદ કરાયેલા સ્ટુડન્ટસ પૈકી અડધા ઉપરાંત ઇમીગ્રન્ટસ છે. પસંદ કરાયેલા તમામ ૩૨ સ્ટુડન્ટસ સોશીઅલ સાયન્સ,બાયોલોજી,મેડીકલ સાયન્સ, ફીઝીકલ સાયન્સ, મેથેમેટીકસ અથવા હયુમેનીટીઝ ક્ષેત્રે અભ્યાસ આગળ વધારશે.

(9:56 pm IST)