Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમેરિકામાં પ્રવેશતા ગેરકાયદે વિદેશીઓને આશ્રય નહીં આપવાના ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ કોર્ટ કેસ : અમેરિકન સિવિલ લિબર્ટી યુનિઅન તથા સેન્ટર ફોર રાઈટ્સે દાવો દાખલ કર્યો :

વોશિંગટન : અમેરિકામાં પ્રવેશતા ગેરકાયદે વિદેશીઓને આશ્રય નહીં આપવાના ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ  અમેરિકન સિવિલ લિબર્ટી યુનિઅન તથા સેન્ટર ફોર રાઈટ્સે દાવો દાખલ કર્યો છે.સાન ફ્રાન્સિસ્કો કોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે ડીસ્ટ્રીકટ જજએ તાત્કાલિક કોઈ નિર્ણય લીધો નથી.તેમજ ટ્રમ્પના વિવાદાસ્પદ નિર્ણય વિરુદ્ધ હાલની તકે રોક પણ લગાવેલ નથી

 ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 9 નવે.ના રોજ મેક્સિકોની બોર્ડર ઉપરથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશી રહેલા વિદેશીઓને આશ્રય નહીં આપવાનો નિર્ણય ઘોષિત કર્યો છે.જેના વિરુદ્ધ ઉપરોક્ત દાવો દાખલ કરાયો છે.વિદેશી નાગરિકોમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

(12:53 pm IST)