Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ભારતની લગ્ન વિધિ જોવા માટે વિદેશીઓમાં અનેરું આકર્ષણ : હજારો રૂપિયા ફી ચૂકવીને હાજરી આપે છે : દેશમાં વેડિંગ ટુરિઝમનો વધી રહેલો વ્યાપ

જયપુર : ભારતના દિલ્હી,જયપુર,તથા મુંબઈ જેવા શહેરોમાં યોજાતા લગ્ન પ્રસંગો જોવા માટે વિદેશથી ખાસ મહેમાનો આવે છે.જેઓ નવદંપતિના કોઈ સગા કે સબંધીઓ નથી હોતા પરંતુ ખાસ ફી ચૂકવીને આમંત્રણ મેળવે છે.જેઓ માટે બે દિવસના રોકાણના રહેવા તથા જમવા માટે 19 હજાર રૂપિયા જેટલી ફી વસુલવામાં આવે છે.ઉપરાંત મહેંદી મુકવા સહિતની વિવિધ રસમો જોવાની ફી અલગ વસૂલાય છે.

 આવા આમંત્રણો મેળવી ભારતની લગ્ન વિધિ જોવાનો લ્હાવો લેવા ખાસ વેડિંગ ટુરિઝમ,જોઈન માઇ વેડિંગ સહિતના પોર્ટલ નો ઉપયોગ કરવામાં આવે છે.આમ આ દિશામાં એક નવો જ વ્યવસાય શરૂ થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:56 am IST)