Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ' પોસ્ટર વોર ' શરૂ : વાઇસ પ્રેસિડન્ટ પદના ભારતીય મૂળના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસને ' દુર્ગા ' તથા ટ્રમ્પને મહિસાસુર તરીકે દર્શાવાતા વિવાદ


વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે પોસ્ટર વોર શરૂ થઇ ગઈ છે.જે મુજબ વાઇસ પ્રેસિડન્ટ પદના ભારતીય મૂળના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસને ' દુર્ગા '  તથા ટ્રમ્પને મહિસાસુર તરીકે દર્શાવતા પોસ્ટરને કારણે વિવાદ ઉભો થયો છે.

હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશનના શ્રી સુહાગ શુક્લાએ જણાવ્યું હતું કે માં દુર્ગાનો ચહેરો બદલાવી હિન્દુઓની લાગણી દુભાવવાનું કાર્ય કર્યું છે. તેથી પોસ્ટર હટાવી માફી માગવી જોઈએ કારણકે હિન્દૂ દેવી દેવતાઓના ચિત્રોનો ઉપયોગ  ધંધાદારી કે રાજકીય હેતુ માટે કરી શકાય  નહીં  તેવું જણાવી માફી માંગવા કહ્યું હતું
આ પોસ્ટર તુરત જ હટાવી લેવાયું હતું તથા ચોખવટ કરવામાં આવી હતી  કે પોસ્ટર ચૂંટણી કમપેન દ્વારા મુકાયું નહોતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:57 pm IST)