Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમેરિકા, કેનેડા જેવા વિકસિત દેશોમાં સ્થાયી થતા વિદેશીઓમાં ભારતીયો બીજા ક્રમે : આ દેશોમાં 6.5 ટકા જેટલી વસતિ સાથે ચીનના નાગરિકો પ્રથમ ક્રમે : ભારતીય નાગરિકોની વસતિ સરેરાશ 5 ટકા

વોશિંગટન : વિકસિત દેશોમાં જઈ સ્થાયી થવામાં તથા ત્યાંનું નાગરિકત્વ મેળવવામાં અન્ય દેશોની સરખામણીમાં ભારતીયો બીજા ક્રમે છે.પ્રથમ ક્રમે ચીનના નાગરિકો છે. જેઓ વિકસિત  દેશોમાં સ્થાયી થવામાં અગ્રેસર  છે. આ દેશોમાં ચીનના નાગરિકોની વસ્તી 6.5 ટકા જેટલી છે.જયારે ભારતીયો સરેરાશ  5 ટકા જેટલા છે.

વિકસિત દેશો પૈકી કેનેડા ભારતીયોની પ્રથમ પસંદમાં છે.જ્યાં 2018 ની સાલમાં 3.3 લાખ ભારતીયો સ્થાયી થયા હતા.

આ અગાઉ ભારત ત્રીજા ક્રમે હતું તથા રોમાનિયા બીજા ક્રમે હતું.પરંતુ છેલ્લા 2018 ની સાલના આંકડાઓ મુજબ ભારત બીજા ક્રમે આવી ગયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:36 am IST)