Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

રાવણ-દહન, રામલીલા, અને લાઇવ રાસ ગરબાઃ યુ.એસ.માં વલ્લભધામ ટેમ્પલ, નેવિંગ્ટન કનેકટીકટ મુકામે આજ ૨૦ ઓકટો.શનિવારે યોજાનારો પ્રોગ્રામઃ તમામ માટે વિનામુલ્યે પ્રવેશ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં વલ્લભધામ ટેમ્પલ,૨૬ ચર્ચ સ્ટ્રીટ, નેવિંગ્ટન, કનેકટીકટ મુકામે ૨૦ ઓકટો. ૨૦૧૮ શનિવારના રોજ વિજયા દશમી ઉત્સવ ઉજવાશે. ઉત્સવની  ઉજવણી સાંજે વાગ્યાથી મધ્યરાત્રિ સુધી કરાશે. જે દરમિયાન રાવણ દહન કરાશે તથા લાઇવ રામલીલા પ્રોગ્રામ થશે. ઉપરાંત લાઇવ રાસ ગરબા પ્રોગ્રામ યોજાશે. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ સાથેના પ્રોગ્રામમાં ફુડ સ્ટોલ, ફાફડા જલેબી,હેન્ના તથા ફેસ પેન્ટીંગનું પણ આયોજન કરાયું છે ઉપરાંત ફલુ રસી મુકી આપવામાં આવશે. વિશેષ માહિતી માટે કોન્ટેક નં.૮૬૦-૪૧૭-૦૦૦૭ અથવા ૮૦૦-૭૯૬-૨૧૬૨ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે

 

(12:54 pm IST)