Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અમેરિકામાં ૧૯ તથા ૨૦ ઓકટો.ના રોજ વિજયાદશમી ઉત્સવ ઉજવાશેઃ બદ્રીકાશ્રમ કેલિફોર્નિયા, તથા DFW હિન્દુ ટેમ્પલ ડલાસ મુકામે ૧૯ ઓકટો.તથા વલ્લભધામ હવેલી નવીંગ્ટન મુકામે ૨૦ ઓકટો.ના રોજ રાવણ દહન

યુ.એસ.: અમેરિકામાં નવરાત્રિ ઉત્સવની ભારે ઉમંગપૂર્વક ઉજવણી બાદ હવે વિજયા દશમી ઉત્સવ ઉજવાશે. જે અંતર્ગત ૧૯ ઓકટો.ના રોજ બદ્રીકાશ્રમ કેલિફોર્નિયા તથા DFW   હિન્દુ ટેમ્પલ ડલાસ ટેકસાસ મુકામે ઉત્સવ ઉજવાશે. જયારે વલ્લભધામ હવેલી નેવીંગન કનેકટીકટ મુકામે ૨૦ ઓકટો.ના રોજ રાવણ દહન તથા રામલીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

(10:12 pm IST)