Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

યુ.એસ.માં લાઇમસ્ટોન અલબામા કમિશ્નર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન શ્રી હનુ કાર્લાપાલેમઃ લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા, રોજગારી વધારવા તથા ઇન્ફાસ્ટ્રકચર સુવિધા વધારવાનો હેતુ

અલબામાઃ યુ.એસ.ના લાઇમસ્ટોન અલબામાના ૩જા ડીસ્ટ્રીકટમાંથી ઇન્ડિયન અમેરિકન શ્રી હનુ કાર્લાપાલેમએ કમિશ્નર પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ અગાઉ તેમણે મેડીસન મેયર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેઓ થોડા મતોથી હાર્યા હતા.

લોકોના મહત્વના પ્રશ્નોને વાચા આપવાના હેતુથી તેમણે ઉમેદવારી નોંધાવી છે. જેમાં ઇન્ફાસ્ટ્રકચર, લોકોનું જીવનધોરણ, રોજગારી, સહિતના પ્રશ્નો હલ કરવાનો હેતુ છે.

તેમણે દિલ્હી એન્જીનીયરીંગ કોલેજમાંથી બેચલર ડીગ્રી મેળવેલી છે તેઓ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્શ જેવા કે એકશન સેન્ટર ફોર ચાઇલ્ડ રાઇટસ, તથા યુ અમેરિકા સાથે સંકળાયેલા છે. તથા નેટવર્ક સોલ્યુશન ક્ષેત્રે કાર્યરત કંપનીના ફાઉન્ડર છે.

(10:08 pm IST)