Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ફાઇન આર્ટસ ઓફ સાન ડિએગોના ઉપક્રમે યુથ ફેસ્ટીવલ યોજાયોઃ ૧૩ થી રપ વર્ષ વચ્ચેની વયના ૬૦ જેટલા કલાકારોએ ભરત નાટયમ, ઓડીસી, કથક, સહિતની કૃતિઓ સાથે ગીત સંગીતની મહેફીલ જમાવી

  કેલીફોર્નિયા : યુ.એસ. ના સાન ડિએગો કેલિફોર્નિયામાં ઇન્ડિયન ફાઇન આઇસ એકેડમી ઓફ સાન ડિએગોના ઉપક્રમે ૭ સપ્ટે. ર૦૧૯ ના રોજ ચોથો વાર્ષિક મ્યુઝીક એન્ડ ડાન્સ યુથ ફેસ્ટીવલ યોજાઇ ગયો. જેને સ્થાનિક ઇન્ડિયન અમેરીકન પ્રજાજનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો.

યુવા કલાકારોને કાર્નેટિક તથા હિન્દુસ્તાની સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત કરતી એકેડમી આયોજીત ફેસ્ટીવલમાં ૧૩ થી રપ વર્ષ વચ્ચેની વયના ૬૦ કલાકારોએ ભાગ લીધો હતો. જેઓએ પદ્મભુષણ પી.એસ. નારાયણ સ્વામી તથા પદ્મશ્રી કન્યાકુમારી તેમજ પંડિત ચિત્રેશદાસ જેવા કલાગુરુઓ પાસે ટ્રેનીંગ મેળવી હતી.

ફેસ્ટીવલમાં ભરત નાટયમ, ઓડીસી, કથક, સહિતના નૃત્યો તેમજ ગીત, સંગીત સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરાઇ હતી. જેને ઉપસ્થિતોએ માણી હતી.     

(10:16 pm IST)