Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પાકિસ્તાનના સિંધમાં હિન્દુઓના ઘરો , દુકાનો ,તથા મંદિરો , ઉપર હુમલા : હિન્દૂ શિક્ષકે ક્લાસમાં પયગમ્બર સાહેબની નિંદા કર્યાનો આક્ષેપ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ગઈકાલ રવિવારે સિંધ પ્રાંતમાં વસતા લઘુમતી કોમના હિન્દુઓના ઘરો , દુકાનો ,તથા મંદિરો , ઉપર હુમલા થયાની ઘટના બનવા પામી છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ એક સ્કૂલના હિન્દૂ પ્રિન્સિપાલે  ક્લાસમાં પયગમ્બર સાહેબની કથિત નિંદા કર્યાનો આક્ષેપ લગાવાયો છે.

સ્કૂલમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીએ પ્રિન્સિપાલે કરેલી નિંદાની વાત ઘેર જઈને કરતા મોટું સ્વરૂપ અપાઈ ગયું હતું જે મુજબ મસ્જિદમાં માઈક ઉપરથી એલાન થતા કટ્ટરપંથીઓનું ટોળું હિન્દુઓના ઘરો ,દુકાનો ,સ્કૂલ ,તથા મંદિરો ઉપર ધસી ગયું હતું અને તોફાનો થવા લાગ્યા હતા.અંતમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા અને તેની ધરપકડ કરાતાં મામલો થાળે પડ્યો હતો

સત્તાધારી પક્ષ તહરીક એ  ઇન્સાફના હિન્દૂ સાંસદ રમેશકુમાર  વાકવાનીએ સમાચાર સૂત્ર સાથે કરેલી વાતચીત મુજબ 13 વર્ષીય એક સ્ટુડન્ટએ પ્રિન્સિપાલ નોતન દાસ  ઉપર કથિત ઇશનિંદાનો આરોપ લગાવતા વાતાવરણ હિંસાત્મક બની જવા પામ્યું હતું

(12:00 pm IST)