Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

યુ.એસ.ના ‘‘ નેશનલ એકેડમી બોર્ડ ઓન ગ્‍લોબલ હેલ્‍થ'' માં ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસરશ્રી પોન્નીસેરિલ સોમાસુંદરનની નિમણૂંક

વોશિંગ્‍ટનઃ યુ.એસ.માં નેશનલ એકેડમીના બોર્ડ ઓન ગ્‍લોબલ હેલ્‍થમાં ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી પોન્નીસેરિલ સોમાસુંદરનની નિમણૂુંક કરવામાં આવી છે તેવું એકેડમી પ્રૈસિડન્‍ટ ર્ડા.વિકટર ડિસોઝાએ ૭ સપ્‍ટે. ના રોજ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

આ બોર્ડ દ્વારા  ગ્‍લોબલ હેલ્‍થ તથા તેને લગતા પ્રશ્નો માટે મદદરૂપ થવાનું કાર્ય કરવામાં આવે છે.જેમાં ઉપરોકત કોલમ્‍બીયા યુનિવર્સિટીના ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી પોન્નીસેરિલની નિમણૂંક બદલ એકેડમી પ્રેસિડન્‍ટએ ખુશી વ્‍યકત કરી છે.

શ્રી પોન્નીસેરિલ સોમાસુંદરન કોલમ્‍બીયા યુનિવર્સિટીના ડીપાર્ટમેન્‍ટ ઓફ અર્થ એન્‍ડ એન્‍વાયરમેન્‍ટ એન્‍જીનીયરીંગમાં સેવાઓ આપે છે. તથા તેમણે આરોગ્‍ય ક્ષેત્રે સંશોધનો કરેલા છે.

(12:00 am IST)