Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

''નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮'': અમેરિકામાં ગુજરાતી સમાજ ઓફ હયુસ્ટન, લેઉઆ પાટીદાર સમાજ, તથા વડતાલ ધામ હયુસ્ટનના ઉપક્રમે ૧૦ ઓકટો.થી ૨૦ ઓકટો. ૨૦૧૮ દરમિયાન થનારી ભવ્ય ઉજવણી

હયુસ્ટનઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ગુજરાતી સમાજ ઓફ હયુસ્ટનના ઉપક્રમે લેઉવા પાટીદાર સમાજ ઓફ હયુસ્ટન, તથા વડતાલ ધામ હયુસ્ટનના સહકાર સાથે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮ ઉજવાશે.

ઓકટો.૧૦ તથા ૧૧-૧૪ તથા ૧૫, તેમજ ૧૬,૧૭, અને ૧૮ના રોજ VPSS ખાતે ઉજવાનારા નવરાત્રિ મહોત્સવમાં મેમ્બર્સ માટે ૩ ડોલર તથા અન્યો માટે ૧૦ ડોલર પ્રવેશ ફી રાખવામાં આવી છે.

જયારે NRG સેન્ટર ખાતે ૧૨ તથા ૧૩ અને ૧૯ તથા ૨૦ ઓકટો.ના રોજ થનારી ઉજવણમાં મેમ્બર્સ માટે એન્ટ્રી ફી ૧૦ ડોલર તથા અન્યો માટે ૨૦ ડોલર રાખવામાં આવી છે.

નેશનલ પ્રમોટર તરીકે કરણ આર્ટસ રોહિણી પટેલ તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે લક્ષ્મી હાઉસ ઓફ સ્પાઇસીસના સહયોગ સાથે ઉજવાનારા આ મહોત્સવમાં સોજીદા સિસ્ટર્સ ફેમ રેખા રાવલ, રફી વોઇસ ગાયક ગિરીશકુમાર, ઉતેજના જગાવનાર ગાયક શિવમ રાવલ, વોઇસ ઓફ કિશોરકુમાર મહેન્દ્ર સોલંકી, ડ્રમર આશિષ સોલંકી, ઢોલ વાદક સતીષ સોલંકી, તથા કિબોર્ડ ટીમ લીડર દિલીપ રાવલ સહિતના કલાકારો ખેલૈયાઓને ગરબે ધુમાવશે.

ટિકીટ તથા સ્પોન્સરશીપ શ્રી રાકેશ શાહ ૭૧૩-૨૯૮-૦૮૨૮,, શ્રી ગિરીશ નાયક ૨૮૧-૮૫૧-૬૮૬૬, સુશ્રી ગીતા પટેલ ૨૮૧-૬૧૫-૨૩૧૯ અથવા શ્રી કિશોર પટેલનો કોન્ટેક નં.૭૧૩-૩૯૧-૬૩૯૮ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

મેમ્બર ન હોય તેવા ૧૦ વ્યકિતઓના ગૃપને ૧૦ ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. તેવી માહિતી  ત્ખ્ફ દ્વારા જાણવા મળે છે.

(10:40 pm IST)
  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST

  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 3:05 pm IST