Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

યુ.એસ.માં મિચિગન સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીઅન જાુમાના નગરવાલાની મુશ્‍કેલીમાં વધારોઃ અગાઉ ૬ સગીર બાળકીઓની સુન્‍નત કર્યાના આરોપ બાદ હવે વધુ ૩ બાળકીઓની પણ સુન્‍નત કર્યાનો આરોપ

મિચીગનઃ ૭ થી ૧૨ વર્ષની ૬ સગીર બાળાઓની સુન્‍નત કરવાના આરોપસર કોર્ટ કેસનો સામનો કરી રહેલા ઇન્‍ડિયન અમેરિકન મહિલા ફીઝીશીઅન જુમાના નગરવાલા ઉપર ૧૨ સપ્‍ટેં.ના રોજ ડેટ્રોઇટ, મિચીગન ફેડરલ કોર્ટમાં વધુ ૩ બાળકીઓની પણ સુન્‍નત કર્યાનો આરોપ મુકાતા હવે આ સંખ્‍યા ૯ની થઇ છે. જો કે તેમણે મિચીગન, મિન્‍નેસોટા સહિતના સ્‍થળોએ આવી એક સો જેટલી સુન્‍નત કરી હોવાનું પ્રોસીકયુટરનું અનુમાન છે.

જો કે દાઉદી વહોરા કોમમાં આ બાબત એક ધાર્મિક વિધિ છે તેનું અનુમોદન આપવા અમુક જ્ઞાતિજનોએ જયુરી સમક્ષ જુબાની પણ આપી છે. તથા અમુક સ્‍થાનો ઉપર આ બાબત અપરાધ ગણાતો નથી તેવું પણ બચાવ પક્ષના વકીલે જણાવ્‍યું છે.  

(11:12 pm IST)
  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST

  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST

  • ખંભાળિયાના સલાયા ફાટક નજીક અજાણ્યા વૃદ્ધ પુરુષની લાશ મળી :પોલીસ ઘટના સ્થળે પહોંચી: લાશને પીએમ અર્થે સિવિલ ખાતે લઇ જવાઈ:અજાણ્યા વૃદ્ધ પુરુષનું ભૂખના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ access_time 10:53 pm IST