Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

લાઇવ મ્‍યુઝીક સાથે નવરાત્રિ ગરબા અને દાંડીયા રાસની રમઝટઃ યુ.એસ.ના ન્‍યુજર્સીમાં IAPના ઉપક્રમે ૧૩ ઓક્‍ટો. ૨૦૧૮ શનિવારના રોજ કરાયેલું આયોજન

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન્‍સ ઓફ પરામસ (IAP) ઇન્‍કના ઉપક્રમે નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત ૧૩ ઓક્‍ટો. ૨૦૧૮ શનિવારના રોજ લાઇવ મ્‍યુઝીક સાથે ગરબા તથા દાંડીયા રાસ પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

બર્ગન કોમ્‍યુનિટી કોલેજ (BCC) જીમ્‍નેશીયઅમ પાર્કિંગ લોટ B (ફ્રી પાર્કિંગ) ૪૦૦ પરામસ રોડ, પરામસ, ન્‍યુજર્સી મુકામે યોજાનારી આ રાસ ગરબા તથા દાંડીયા રાસની રમઝટનો સમય સાંજે ૭.૩૦થી રાત્રિના ૧૨.૩૦ સુધીનો રહેશે.

ટિકીટ મેળવવા માટે શ્રી ચિરાગ પટેલ ૨૦૧-૫૬૨-૩૧૫૫, શ્રી અજય પટેલ ૨૦૧-૯૮૬-૦૧૧૫, શ્રી વિનય શાહ ૨૦૧ઢ૫૩૮ઢ૬૫૧૮, શ્રી હેમાંગ વૈદ્ય ૨૦૧-૬૩૪-૯૧૩૧, શ્રી અમર મુનિ ૨૦૧-૮૮૮-૯૯૯૮, શ્રી મયંક ગઢીયા ૨૦૧-૫૪૩-૭૭૭૪, શ્રી ભરત શાહ ૨૦૧-૮૧૯-૮૪૧૧ અથવા શ્રી આલોક વોરા ૬૦૭-૨૩૭-૮૬૭૩નો સંપર્ક સાધવા જણાવાયું છે.

ટિકીટના દર પ ઓક્‍ટો. સુધી ૧૩ ડોલર તથા સ્‍થળ ઉપરથી ૧પ ડોલર રાખવામાં આવ્‍યા છે. આરતીમાં સામેલ થવા ડોનેશન માટે શ્રી અમર મુનિનો સંપર્ક સાધવા જણાવાયું છે.

વિશેષ માહિતી www.iaparamus.org દ્વારા મેળવી શકાશે તેવું IAP કમિટીની યાદીમાં જણાવાયું છે.

 

(11:20 pm IST)
  • શેરબજારમાં ચાલુ સપ્તાહે માઠીઅસર :ત્રણ દિવસમાં રોકાણકારોની અબજોની સંપત્તિ ઘટી :બુધવારે સેન્સેક્સ 169.45 પોઈન્ટ,જ્યારે નિફ્ટી 44.55 પોઈન્ટના ઘટાડા સાથે અનુક્રમે 37,121.22 અને 11,234.35 પર બંધ :આંકડા મુજબ સપ્તાહના ત્રણ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં 3.62 લાખ કરોડનો ખાડો પડ્યો : સેન્સેક્સ લગભગ બે મહિનાના નિચલા સ્તરે : બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની સંપત્તિ શુક્રવારથી 3 લાખ 62 હજાર 357.15 કરોડ રૂપિયા ઘટી 1 કરોડ 52 લાખ 73 હજાર 265 કરોડ રૂપિયા રહીં access_time 1:04 am IST

  • શીન્જો આબે ફરી જાપાનના વડાપ્રધાન બનશે : ભારત સાથે ગાઢ દોસ્તી : જાપાનમાં તેમની ઝળહળતી કામગીરી : બીજી વખત સુકાન સંભાળશે : જાપાનની પ્રજાએ ફરી કળશ ઢોળ્યોઃ સામાન્ય ચૂંટણીમાં વિજય access_time 3:06 pm IST

  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST