Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

આલ્કોહોલનું સેવન લીવર માટે નુકશાનકારકઃ પુરૂષો કરતાં મહિલાઓ માટે વધુ ભયજનકઃ ઇન્ડિયન અમેરિકન સંશોધક સહિતની ટીમનો અહેવાલ

ન્યુયોર્કઃ આલ્કોહોવાનું સેવન લીવર માટે નુકશાનકારક હોવાનું તથા પુરૂષો કરતાં મહિલાઓને તે વધુ નુકશાન કરતું હોવાનું સંશોધન થયું છે.

યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિસોરીના ઇન્ડિયન અમેરિકન સંશોધક શ્રી શિવેન્દ્ર શુકલા સહિતની ટીમના ફાર્મોકોલોજી જર્નલમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ દ્વારા જાણવા મળ્યા મુજબ ઉદરો ઉપર પ્રયોગ કર્યા બાદ આ  હકીકત પૂરવાર થઇ છે. જે મુજબ આલ્કોહોલનું સેવન પુરૂષો કરતાં મહિલાઓ માટે વધુ નુકશાન ભર્યુ છે. તેવું NRI દ્વારા જાણવા મળે છે.

(8:55 pm IST)